ગરુવારે વંથલીમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજયુંહતું. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ સહીત 7 જેટલા સભ્યો ભાજપમાં જોડાયા હતા. જેને લઈને જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા વિના ભાજપનો ખેસધારણ કરનાર તમામ સભ્યો સામે આકરા પગલાં ભરવાની વાત જિલ્લા પ્રમુખે કરી છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતના 7 સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા - congress
જૂનાગઢ: ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના 7 સભ્યો ભાજપમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખ નટુ પોંકીયાએ ઉપપ્રમુખ સહિત 7 સભ્યો સામે કાયદાકીય પગલા ભરવાની ચીમકી આપી છે. પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા સેજાભાઇ કરમટાના દાવાને ફગાવીને આગામી દિવસોમાં પક્ષ વિરોધી કામગીરી કરી રહેલા નેતાઓ સામે આકરા પગલા ભરવાની ચીમકી ઉચ્ચારી છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં અત્યારે 28 સભ્યો છે, એક સભ્યનું મોતથયું હતું, જ્યારે એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,જે પૈકી ભાજપ પાસે 3 સભ્યો હતા. જેમાં કોંગ્રેસના 7 બાગી સભ્યો જોડાતા જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્યા બળ 10 થાય છે, તે જોતા કોંગ્રેસ પાસે હજુ 18 જેટલા સભ્યો છે. જે બહુમતી માટે પૂરતા છે જેને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે.
કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા તમામ સભ્યો સામે આકરા પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી જિલ્લા પ્રમુખે ઉચ્ચારતાજૂનાગઢનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે.