ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ સિવિલમાંથી 4 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ કરાયા - 4 patients discharged from Junagadh Civil Hospital

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત થયા બાદ સારવાર લઈ રહેલા કેશોદ, માણાવદર અને જૂનાગઢ શહેરના 4 દર્દીઓને વાયરસ મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Junagadh Civil Hospital
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ

By

Published : May 30, 2020, 9:36 PM IST

જૂનાગઢ: કોરોના સંક્રમિત થયા બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેશોદ તાલુકાના પિતા-પુત્રી માણાવદર તાલુકાની એક વૃદ્ધા અને જૂનાગઢ શહેરના એક પુરુષને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતાં. આ 4 દર્દીઓ કોરોના સંક્રમણથી મુક્ત થતા તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે 12 જેટલા કેસો સારવાર લઇ રહ્યાં છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી 4 દર્દી સંક્રમણ મુક્ત થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં 28 જેટલા કેસો બહાર આવ્યા હતાં. જે તમામને સરકારી હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. જે પૈકીના 12 જેટલા દર્દીઓ કોરોના સંક્રમણથી મુક્ત થતા તેમને પાછલા 10 દિવસમાં રજા આપવામાં આવી છે. હજુ સિવિલ હોસ્પિટલમાં 16 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે. જે પણ આગામી દિવસોમાં કોરોના સંક્રમણથી મુક્ત થશે, ત્યારબાદ તેમને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details