ગુજરાત

gujarat

ETV Bharat / state

જમીનની લે-વેચના વિવાદમાં દીપક વડારીયાની હત્યામાં બે આરોપીની મુંબઈથી ધરપકડ - દિપક વડારીયા

જૂનાગઢ ઃ  વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાશાસ્ત્રી દીપક વડારીયાની બે દિવસ અગાઉ હત્યા થઈ હતી. આ હત્યા પાછળ જમીનની લે-વેચ અને કોર્ટ કેસ કારણભૂત હોવાથી પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બે હત્યારાઓની મુંબઈ ધરપકડ કરી છે. તેમજ મુખ્ય સુત્રધાર ભુપત સુત્રેજાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જમીનની લે-વેચના વિવાદમાં દીપક વડારીયાની થઈ હતી, બે આરોપીની મુંબઈથી ધરપકડ

By

Published : Aug 27, 2019, 9:58 PM IST

બે દિવસ અગાઉ જુનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક વડાલીયાની વંથલીના માણાવદર રોડ પર કેટલાક ઈસમોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી. ખુન કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતાં. હત્યારાઓ મુંબઈ તરફ ભાગી ગયા હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. બાતમીના આધારે જુનાગઢ પોલીસે મુંબઈથી બે આરોપીને પકડ્યા છે.

જમીનની લે-વેચના વિવાદમાં દીપક વડારીયાની થઈ હતી, બે આરોપીની મુંબઈથી ધરપકડ
ગત શુક્રવારની મોડી સાંજે વંથલીના માણાવદર રોડ પર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાશાસ્ત્રી દીપક વડાલીયા ન નિર્મમ હત્યા કરાઈ હતી. આ હત્યા પાછળ જમીન લે-વેચની માથફુટ કારણભૂત હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યુ હતુંય. પોલીસને જાણકારી મળી હતી કે, દિપક વડારીયાના ભાઈ સુરેશ વડારીયાએ તેમની પાસે રહેલી નવ 9 વીઘા જેટલી જમીન ભુપત સુત્રેજા ને વહેંચી હતી. પરંતુ દિપક વડારીયાના માતાને જમીનના વેચાણ સામે વાંધો હોવાથી તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો, આ કેસમાં દીપક વડાલીયા જ તેમની માતાના પક્ષમાં કેસ લડી રહ્યા હતાં, કાનુની લડતમાં તેમની જીત થઈ હતી. કોર્ટે નવ વિઘા જમીન દિપકભાઈના માતા કાંતાબેનને પરત આપવાનો આદેશ કર્યો હતો. જેથી મુખ્ય આરોપી ભુપત સુત્રેજાએ અવારનવાર દિપક વડારીયાને જોઈ લેવાની ધમકી આપી હતી.

આ દરમિયાન શુક્રવારની મોડી સાંજે દિપક વડારીયા તેમના ફાર્મ હાઉસથી વંથલી પરત ફરી રહ્યા હતા ત્યારે તેેમની હત્યા થતાં પહેલી શંકા ભુપત સુત્રેજા સામે થઈ હતી. પોલીસે એ દિશામાં તપાસ કરવાનું શરુ કર્યુ હતું. દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચે હત્યામાં સંડોવાયેલા બે લોકોની મુંબઈથી ધરપકડ કરી છે. મુખ્ય સુત્રધાર ભુપત હજુ પણ પોલીસ પકડથી દુર છે. પોલીસે તેની શોધખોળ પણ શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details