- ગુગલીએલ્મો માર્કોની નામના ઇટાલિયન દ્વારા રેડિયોની શોધ કરવામાં આવી
- આજે 13 ફેબ્રુઆરી એટલેકે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
- રેડિયો માહિતીની સાથે સાંસ્કૃતિક આધ્યાત્મિક અને શિક્ષણના એક પ્રબળ માધ્યમ તરીકે પ્રસ્થાપિત
- બદલતા સમય અને માધ્યમોના અતિક્રમણની વચ્ચે રેડિયો દિવસની ઉજવણી
જૂનાગઢ: આજે 13મી ફેબ્રુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુગલીએલ્મો માર્કોની નામના ઇટાલિયન શોધક દ્વારા રેડિયોની શોધ કરવામાં આવી હતી. રેડિયો સંદેશાવ્યવહારની શક્યતાને સાબિત કરી અને પ્રત્યાયાનનું પ્રબળ માધ્ય્મ તરીકે પ્રસ્થાપિત કર્યું. વર્ષ 1895માં ઇટાલીમાં પોતાનું પ્રથમ રેડિયો સિગ્નલ મોકલ્યું અને પ્રાપ્ત કર્યું હતું. 1899 સુધીમાં ઇંગ્લિશ ચેનલ પર પ્રથમ વાયરલેસ સિગ્નલ મોકલવામા સફળતા મેળવી ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1946ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડિયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતીની આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
રેડિયો બન્યા હતા મનોરંજનનું માધ્યમ