- કોરોના રસીના 100 કરોડ ડોઝ ની ઉજવણી કરાશે
- પ્રથમ 100 વ્યક્તિઓ રોપ-વે ની વિના મૂલ્યે સફર કરશે
- જૂનાગઢ,પાવાગઢ અને અંબાજીમાં કરાશે આ ઉજવણી
જૂનાગઢઃકોરોના સંક્રમણ સામે રક્ષણ આપતી કોરોના રસીના 100 કરોડ ડોઝ ની ઉજવણી રોપ-વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવશે. અંબાજી,પાવાગઢ અને જૂનાગઢના રોપ-વેમાં પ્રથમ 100 વ્યક્તિને વિનામૂલ્યે મુસાફરી કરવાની સવલતો આપવામાં આવશે તેવો નિર્ણય રોપવે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે કોરોના રસી ને 100 કરોડનો ડોઝ પૂર્ણ થશે ત્યારે આ સવલતો રોપવે ની સફર માણવા માટે આવેલા પ્રવાસીઓને આપવામાં આવશે.
લોકોમાં રોપ-વેની સફર માણવાની રાહ
ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને ત્યાર બાદ બનેલા જૂનાગઢના રોપ-વે નું સંચાલન ઉષા બ્રેકો કંપનીના પ્રવાસીઓને વિનામૂલ્યે યાત્રા કરાવવાનો નિર્ણય કંપની ની હેડ ઓફિસ દ્વારા લેવામાં આવ્યો છે. જે પાવાગઢ, અંબાજી અને જૂનાગઢમાં લાગુ પડશે 100 કરોડો ડોઝ પૂર્ણ થવાની સાથે જ પ્રથમ 100 વ્યક્તિઓ રોપ-વે ની સફર વિના મૂલ્યે માણી શકશે, અને તેને લઈને હવે પ્રવાસીઓમાં પણ 100 કરોડ રસીકરણ ના પુર્ણ થાય તેને લઈને રાહ જોવા મળી રહી છે.