ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Crime: જામનગરમાં ધોળા દિવસે યુવકની છરીના ધા ઝીકી ઘાતકી હત્યા - brutally killed

જામનગરમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત અનુસાર જૂની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરમાં ધોળા દિવસે યુવકની છરીના ધા ઝીકી ઘાતકી હત્યા
જામનગરમાં ધોળા દિવસે યુવકની છરીના ધા ઝીકી ઘાતકી હત્યા

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 9:28 AM IST

જામનગરમાં ધોળા દિવસે યુવકની છરીના ધા ઝીકી ઘાતકી હત્યા

જામનગરના:નાગેશ્વર વિસ્તારમાં ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો છે. એક યુવક પર પાંચથી છ જેટલા યુવકોએ છરી વડે હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. યુવકના પિતા પર પણ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં તેમને ઇજા પહોંચી છે.

ચક્રો ગતિમાન: મળતી વિગતો અનુસાર જામનગરના નાગેશ્વર વિસ્તારમાં સંજય ઢાપા નામના યુવક પોતાના ઘરે બેઠેલો હતો.જે દરમિયાન પાંચ થી છ જેટલા ઈસમો હાથમાં છરી લઈ અને ધસી આવ્યા હતા. ગાળો બોલી અને હુમલો કર્યો હતો. જેમાં યુવકને પેટના ભાગે છરીના કારણે યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા સીટીબી પોલીસના જવાનો પહોંચ્યા હતા. ડિવાયેસપી જયવીર સિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ઊંડાણપૂર્વક તપાસ: હિતેશ ઉર્ફે ટકા નામના ઈસમ પોતાના સાગરીતો સાથે મૃતક સંજયના ઘરે ઘસી આવ્યા હતા. ગાળા ગાળી બોલ્યા બાદ મૃતકની સંજય પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં સંજયનું ઘટના સ્થળ જ મોત થયું હતું. સંજયના પરિવારજનો સંજયના મૃતદેહને તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. અહીં પીએમની કામગીરી શરૂ કરાય છે અને પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

બંને વચ્ચે ડખા:મળતી વિગત અનુસાર જૂની અદાવતમાં યુવકનું ભીમ ઢાળી દીધું હોવાની વિગતો બહાર આવી છે. જો કે પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આરોપીનું ઘર પણ બાજુની ગલીમાં છે અને અવારનવાર બંને વચ્ચે ડખા થયા પણ થતા હોવાની ઘટનાઓ બની ચૂકી છે.

  1. Jamnagar Crime : શિકારી સીમમાં અડધી રાત્રે ત્રણ શખ્સોએ વૃદ્ધ પર ગાડી ચડાવીને કરી હત્યા
  2. Jamnagar News : જામનગરમાં રીંગરોડ પર 10 દુકાનો પર બુલડોરઝર ફરી વળ્યું

ABOUT THE AUTHOR

...view details