યોગ કરી સારું ફિલ કરું છું જામનગર : જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં 50 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજરોજ સમગ્ર વિશ્વના અનેક દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ પણ યોગ દિવસની ઉજવણી કરી છે..
આયુર્વેદિક યુનિવર્સિટીમાં જાપાનની વિદ્યાર્થીની લાવાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ આસનો કરી અને યોગ દિવસની ઉજવણી કરી છે. વિશ્વના અનેક દેશો યોગને અપનાવી રહ્યા છે ત્યારે આ વિદેશી વિદ્યાર્થીઓ પણ યોગ તરફ ઝૂકાવ જોવા મળી રહ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓએ યોગા દિવસના તેમના કાર્યક્રમ દરમિયાન તમામ યોગાસનો સહેલાઈથી કરતા હોવાનું નજરે પડ્યું હતું.
અહીં આયુર્વેદિક યુનિર્વિસટીંમાંવિધાર્થીઓને રોજ યોગા કરવામાં આવે છે અને તે યોગ કરી સારું ફિલ કરી રહી છે...લાવા (જાપાની વિદ્યાર્થિની)
પાણીથી લઈ પહાડો સુધી યોગા કરવામાં આવ્યા :આજ રોજ સવારે 7 વાગ્યે ધન્વંતરી ગ્રાઉન્ડ ખાતે ITRAના કુલપતિ સહિતના મહાનુભાવો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતાં.જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં 50 જેટલા વિદેશી વિધાર્થીઓ અભ્યાસ કરે છે અને અલગ અલગ દેશમાંથી આવ્યા છે. આજે વિશ્વ યોગ દિવસની 47 જેટલા દેશમાં ઉજવણી કરવામાં આવી છે. પાણીથી લઈ પહાડો પર યોગ નિદર્શન કરવામાં આવ્યું છે.
યોગાનો વિશ્વ રેકોર્ડ : ખાસ કરીને સુરતમાં તો 1.45 લાખ લોકોએ યોગા કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. જો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને જામનગરમાં પણ જુદી જુદી જગ્યાઓએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે 9મો વિશ્વ યોગ દિવસ ઉજવણી ભારત જ નહીં, દુનિયાના પોણા બસો દેશોમાં કરવામાં આવી છે. જામનગરમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરવા આવે છે. તેઓએ આપણી પરંપરાના વધુ એક સૂત્રને ગાંઠે બાંદતાં સુંદર વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધન્વંતરી ગ્રાઉન્ડમાં યોગા કરી બતાવ્યાં હતાં.
- Indian Army Dod Yoga: ક્યારેય સાંભળ્યું છે કોઈ શ્વાન યોગા કરવા માટે મેદાન પર પહોંચ્યો હોય?
- International Yoga Day 2023 : વડાપ્રધાન મોદીએ યુએન હેડક્વાર્ટર ખાતે યોગ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું, 180 દેશોના પ્રતિનિધિઓએ લીધો ભાગ
- Yoga Day 2023 : જૂનાગઢમાં મનોદિવ્યાંગ યુવક અને યુવતીઓએ કેવા કર્યાં યોગ જૂઓ