ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની પ્રખ્યાત દિગ્જામ મીલના કામદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જાણો કારણ... - જામનગર કલેક્ટર

જામનગરની પ્રખ્યાત દિગ્જામ મીલના કામદારોનો 6 મહિનાનો પગાર અડધો કરી દેવામાં આવતા કામદારો મુશ્કેલીમાં મૂકાયા છે. જેથી મીલમાં કામ કરનારા કામદારોએ આજે સોમવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

ETV BHARAT
જામનગરની પ્રખ્યાત દિગ્જામ મીલના કામદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

By

Published : Oct 26, 2020, 9:28 PM IST

  • દિગ્જામ મીલના કામદારોને પગાર મળ્યો નહીં
  • કામદારોએ કલેક્ટરને કરી રજૂઆત
  • કામદારોએ હડતાળ પર ઉતરવાની આપી ચીમકી

જામનગર: જિલ્લાની પ્રખ્યાત દિગ્જામ મીલના કામદારોનો 6 મહિનાનો પગાર અડધો કરી દેવામાં આવતા કામદારો મુશ્કેલીમાં મૂકાયા છે. જેથી મીલમાં કામ કરનારા કામદારોએ આજે એટલે કે સોમવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

દિગ્જામ મીલના કામદારો મૂકાયા મુશ્કેલીમાં

કોરોનાને કાબૂમાં લેવામાટે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન જામનગરની પ્રખ્યાત દિગ્જામ મીલ બંદ રાખવામાં આવી હતી અને 500 કામદારોને અડધો પગાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ અનલોકના તબક્કામાં આ મીલ શરૂ કરવામાં આવી હતી. જેથી દિગ્જામના મેનેજમેન્ટે 70 ટકાથી ઓછી હાજરી આપનારા કામદારોનો સંપૂર્ણ પગાર કાપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના કારણે કામદારો મુશ્કેલીમાં મૂકાયા છે.

જામનગરની પ્રખ્યાત દિગ્જામ મીલના કામદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

કામદારોએ દિગ્જામ મીલના ગેટ પર હળતાળની આપી ચીમકી

મળતી માહિતી મુજબ દિગ્જામ મીલમાં કામ કરનારા કામદારોને 6 મહિનાથી પગાર મળ્યો નથી. જેથી આ કામદારોએ 15 દિવસમાં સમસ્યાનું સમાધાન નહીં થવા પર દિગ્જામ મીલના ગેટ પર ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details