આ મહિલાના મૃતદેહની બાજુમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે હર્ષાબેનની સુસાઇડ નોટ કબ્જે કરીને ખરેખર પાક નિષ્ફળ જવાથી કે અન્ય કોઈ કારણ છે, તે અંગે તપાસ હાથ ધરી છે.
પાક નિષ્ફળ જવાની ભીતિએ મહિલાએ કર્યો આપઘાત - crop
જામનગર: જિલ્લાના લાલપુર ગામમાં એક મહિલાએ પાક નિષ્ફળ જવાની ભીતિએ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ લાલપુર ગામમના રહેવાસી હર્ષાબેન અશોકભાઈ ઘેડીયા નામની મહિલાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.
Jamnagar
મળતી માહિતી મુજબ તેના પતિ અશોકભાઈ શામજીભાઈ પટેલે ઠંડા પીણાની દુકાન બનાવવા માટે લોન લીધેલી હતી. જેના કારણે સતત ચિંતીત રહેતી પત્નીએ પૈસાની આર્થિક ભીંસના કારણે પોતાના ઘરે સાંજના 5 વાગ્યે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનુ પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.