- સૌરાષ્ટ્રના જામનગર શહેરની પણ સ્થિતિ કપરી જોવા મળી રહી છે
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ જામનગર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા
- મુખ્યપ્રધાન અને નાયબમુખ્યપ્રધાન જામનગરમાં વધતા કોરોનાના કેસને લઈને મેરોથોન બેઠક યોજી
જામનગર: કોરોનાની વિકરાળ સ્થિતિ ઉભી થઇ છે. રોજ વધતા કેસ અને દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલની હાલની સ્થિતિને લઈ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જ્યંતી રવિ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. કોરોના પરિસ્થિતિ વણસતા હાલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે.
આ પણ વાંચો:કોરોના સામે સરકાર ત્રણ ‘T’ ની વ્યૂહ રચનાથી આગળ વધી રહી છે: મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી ટીમ સાથે પહોંચ્યા જામનગર
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર શહેરની પણ સ્થિતિ કપરી જોવા મળી રહી છે. ત્યારે હાલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જામનગર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. જેમની સાથે આરોગ્ય સચિવ જયંતિ રવિ, જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર, જિલ્લા SP દીપેન ભદ્રન, સાંસદ પૂનમબેન માડમ, પ્રધાન હકુભા જાડેજા, મેયર સહિત તમામ અધિકારીઓ હાલ ઉપસ્થિત છે અને બેઠક શરૂ કરવામાં આવી છે. હાલ કલેક્ટર કચેરી ખાતે કોરોના સ્થિતિ અંગે સમીક્ષા બેઠક શરૂ થઈ છે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન જામનગરમાં વધતા કોરોનાના કેસને લઈને મેરોથોન બેઠક યોજી હતી અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન તથા સૂચન કર્યા હતા.
કોરોનાના વધતા કેસને અટકાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો શું છે પ્લાન? જુઓ રિપોર્ટ આ પણ વાંચો:રાજ્ય સરકારે 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદીનો ઓર્ડર આપ્યોઃ મુખ્યપ્રધાન રૂપાણી
જામનગર જિલ્લામાં કોરોના અટકાવવા માટે શું છે એક્શન પ્લાન?
જામનગર જિલ્લામાં અન્ય જિલ્લાના કોવિડના દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. સરકારી હોસ્પિટલ સિવાય અન્ય કોઈ હોસ્પિટલમાં ઓક્સિજન પણ નથી. કોવિડના કેસોને રોકવા આમ જનતામાં જાગૃતતા લાવવી જરૂરી છે. સાથે-સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે પોલીસે પણ કડક પગલાં લેવા જોઈએ. અન્ય જિલ્લામાંથી કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે. તેને જે-તે જિલ્લામાં સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. કોરોનાની ચેઇન તોડવી ખૂબ જરૂરી છે. જોકે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવી રહ્યું છે. આયુર્વેદિક હોસ્પિટલ અને દવાઓનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.