જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક વોર્ડ બોય પર દર્દીના સગાએ હુમલો કર્યો હતો. તેમજ સ્ટાફને પણ ધાક ધમકી આપવામાં આવી હતી. આ પછી વોર્ડ બોય અને સિસ્ટર દ્વારા એકત્ર થઇને જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી.
જામનગરની જી જી હોસ્પિટલમાં દર્દીના સગાએ વોર્ડ બોયને માર માર્યો - latestgujaratinews
જામનગર: શહેરની જી જી હોસ્પિટલમાં દર્દીના સગાએ વોર્ડ બોય પર હુમલાની ઘટના સામે આવી છે. શહેરની જી.જી.હોસ્પિટલમાં દર્દીના સગાએ વોર્ડ બોયને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. વોર્ડ બોયને માથાના ભાગે ઇજા પહોચી હતી. જેની હોસ્પિટલના ડીન નંદિની બરાઈને લેખિતમાં રજુઆત કરાઇ હતી.
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એમ.એસ -6, નંબરના વોર્ડમાં વોર્ડ બોય નારણભાઈ મંઘોડિયા આજે પોતાની ફરજ ઉપર હતા. ત્યારે સારવાર હેઠળ રહેલા દર્દી મનસુર સીદીકભાઈ ગંઢારના સગાઓએ વોર્ડ બોય ઉપર હુમલો કર્યો હતો,અને અન્ય સ્ટાફ ને પણ મારી નાંખવાની ધમકીઓ આપી હતી. હુમલાના આ બનાવમાં વોર્ડ બોય નારણભાઈને માથામાં ઇજા પહોચી હતી.
આ સમગ્ર ઘટના બાદ હોસ્પિટલનો તમામ વોર્ડ બોય,સિસ્ટર એકત્ર થઈ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.નંદિની બાહેરીને લેખિત રજુઆત કરી હતી કે, તેમનાં વોર્ડમાં સિક્યુરિટી ગાર્ડની સુવિધા નથી. સીસીટીવી કેમેરા પણ ચાલુ નથી. આ બાબતે અનેક વખત અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. આ સુવિધા સ્તવરે પૂરી પાડવી જરૂરી છે.