- વિભાપર ગામમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોનો આક્ષેપ
- કામગીરીમાં હલકું મટીરીયલ વાપરવામાં આવ્યું
- આમ આદમી પાર્ટીએ કરી જનતારેડ
જામનગરઃ જામનગરથી ત્રણ કિલોમીટર દૂર આવેલુ વિભાપર ગામમાં હાલ વિકાસકાર્યો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ભૂગર્ભ ગટરની કામગીરીથી ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કારણકે જે દિશામાં પાણી વહેતુ હોય છે તેની વિરુદ્ધ દિશામાં લઇ જવામાં આવ્યું છે. વિભાપર ગામ પાસેથી જ નદી નીકળતી હોવા છતાં અન્ય જગ્યાએ ભૂગર્ભ ગટરનું પાણી લઈ જવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
સરપંચ અને તલાટી કમ મંત્રી જવાબ ન આપતા ગ્રામજનોમાં ભારે રોષ
વિભાપર ગામના RTI એક્ટિવિસ્ટ દ્વારા હાલ જે ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે તેના વિશે RTI કરતા છેલ્લા ત્રણ મહિનાથી હજુ સુધી તેમને એક પણ જવાબ આપવામાં આવ્યો નથી. સરપંચ અને તલાટી કમ મંત્રી ઉડાઉ જવાબ આપતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હલકું મટીરીયલ વાપરવામાં આવ્યું
ભૂગર્ભ ગટરમાં જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે તે પણ નબળી કક્ષાનું હોવાનું બહાર આવ્યું છે. તો અનેક જગ્યાએ માત્ર ભૂગર્ભ ગટરના પોપડા લગાવવામાં આવ્યા છે પણ અંદર ભૂગર્ભ ગટર છે જ નહીં.