ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar News: જામનગરનો વિજરખી ડેમ થયો ઓવરફ્લો, જુઓ ડ્રોન વિડીયો - Jamnagar News

જામનગરની ભાગોળે આવેલા વિજરખી ડેમના અદભુત ડ્રોન વિડીયો સામે આવ્યા છે. આ દ્રશ્યો જોઈ તમને પણ ફરવા જવાનું મન થઈ જશે. જોકે દર વર્ષએ વિજરખી ડેમ ઓવરફ્લો થાય છે. લોકો મોટી સંખ્યામાં આ સ્થળની મુલાકાત લેતા હોય છે. કારણે આ અદભૂત નજારો જોવો કોને ના ગમે?

જામનગરનો વિજરખી ડેમ થયો ઓવરફ્લો, જુઓ ડ્રોન વિડીયો
જામનગરનો વિજરખી ડેમ થયો ઓવરફ્લો, જુઓ ડ્રોન વિડીયો

By

Published : Jul 29, 2023, 1:52 PM IST

જામનગરનો વિજરખી ડેમ થયો ઓવરફ્લો, જુઓ ડ્રોન વિડીયો

જામનગર: કુદરતને નિહાળું દરેક લોકોને પંસદ હોય છે. જેના કારણે લોકો એવા વાતાવરણની શોધમાં હોય છે કે તેમણે એવું વાતાવરણ મળી રહે.ત્યારે જામનગરમાં આવેલો વિજરખી ડેમના ડ્રોન વિડીયોસામે આવ્યા છે. આ ડેમ એટલો સુંદર છે કે લોકો દુર દુરથી અહિંયા મજા માણવા આવી રહ્યા છે. જામનગર વાસીઓ તો શનિ-રવિની મજા સસોઈ ડેમ રણજીતસાગર ડેમ અને વિજરખી ડેમ પર જ કરે છે. અધિક માસમાં પણ ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને આ સ્થળની મુલાકાત લેવાની ઈચ્છા તો થઈ જ જાઈ.

વિજરખી ડેમનો સમાવેશ: જામનગર જિલ્લાનો સૌથી જૂનો ડેમ છે વિજરખી. જામનગર જિલ્લાનો સૌથી જુનો ડેમ વિજરખી ડેમ છે 119 વર્ષ પહેલા આ ડેમ બનાવવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા જુના ડેમો ની જાળવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને 50 વર્ષ જુના ડેમોનું બાંધકામ ફરીથી શરૂ થાય તેવું લોકો ઈછી રહ્યા છે. કારણ કે આ ડેમો ગમે ત્યારે તૂટી શકે છે. જેના કારણે મોટી જાનહાની પણ સર્જાઈ શકે છે. જામનગર જિલ્લાના મોટાભાગના ડેમો રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલા છે જેમાં વિજરખી ડેમનો પણ સમાવેશ થાય છે.

જળાશયો પર નિર્ભર: જામનગર જિલ્લામાં 22 મોટા જળાશયો આવેલા છે. જેમાંના મોટાભાગના જળાશયો ભારે વરસાદ પડવાના કારણે ઓવરફ્લો થયા છે. આમ જામનગરવાસીઓને પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવી ડેમોમાં સારા પાણીની આવક થતા સ્થિતિ સર્જાય છે. આમ તો જામનગર જિલ્લામાં નર્મદાનું પાણી આવ્યું પહોંચ્યું છે. લોકોને પીવાના પાણી માટે આ નર્મદાનું પાણી જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે. જોકે જામનગર પંથકમાં ખેડૂતોને હજુ સિંચાઈ માટે મોટાભાગના જળાશયો પર નિર્ભર રહેવું પડે છે.

  1. Banaskantha Rain: બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીમાં ધોવાઈ ગયો, વાહન ચાલકો મુશ્કેલીમાં
  2. Gujarat Rainfall: આગામી ચાર દિવસ રાજ્ય માટે ભારે, જૂનાગઢ, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

ABOUT THE AUTHOR

...view details