ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે મતદાન મથકની વિઝિટ લઈ કાયદો અને સુરક્ષાની ચકાસણી કરી - તાલુકા પંચાયતની ચૂંટણી

વલસાડ જિલ્લામાં 187થી વધુ અતિ સંવેદનશીલ મતદાન મથકો આવેલા છે. જો કે ત્યાં કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ વિભાગે વિશેષ વ્યવસ્થા ઉભી કરી હતી. જિલ્લામાં પોલીસ વિભાગે દરેક મતદાન મથકો ઉપર હોમગાર્ડ મહિલા પોલીસ તેમજ કોસ્ટેબલ SRP સહીત અનેક પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે રવિવારે સમગ્ર બાબતે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય છે નહિ અને કાયદો અને વ્યવસ્થા જળવાય છે કે નહિ તે અંગેની તાપસ માટે ચૂંટણીના દિવસે જિલ્લા પોલીસ અધિક્ષક પારડીના કોટલાવ મતદાન મથકની વિઝિટ કરવામાં આવી હતી.

મતદાન મથકની વિઝિટ
મતદાન મથકની વિઝિટ

By

Published : Feb 28, 2021, 7:43 PM IST

  • પોલીસે સુરક્ષાને લઈને કરી વિશેષ વ્યવસ્થા
  • પોલીસે પારડીના કોટલાવ મતદાન બૂથની લીધી મુલાકાત
  • મતદાનને લઈને પોલીસની ટુકડીઓ તૈનાત

વલસાડ: જિલ્લામાં 1122 જેટલા બુથ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. જિલ્લામાં 187 જેટલા સંવેદનશીલ બૂથ આવેલા છે. જ્યાં કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગે વિશેષ કામગીરી કરાઈ રહી છે. ત્યારે જિલ્લામાં 1 SP, 4 DySP , 10 PI , 25 PSI, 1350 પોલીસ કર્મીઓ અને જિલ્લા બહારથી 350 પોલીસ કર્મીઓ તેમજ 2000 હોમગાર્ડ, SRPની 3 ટુકડી તૈનાત કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ અધિક્ષકે કોટલાવના બૂથની લીધી મુલાકાત

જિલ્લામાં ચૂંટણી લક્ષી કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાએ રવિવારે પારડીમાં આવેલા કોટલાવ મતદાન મથકની મુલાકાત લીધી હતી. લોકો મુક્તપણે મતદાન કરી લોકશાહીને વધુ જીવંત બનાવે એ માટે જિલ્લા પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સજ્જ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.

મતદાન મથકની વિઝિટ

ABOUT THE AUTHOR

...view details