જામનગરઃ શહેર અને જિલ્લાના અંદાજીત પાંચ હજાર જેટલા બેંકના કર્મચારીઓ આજથી હડતાળ પર છે. સજુબા સ્કૂલ પાસે મોટી સંખ્યામાં બેંકના કર્મચારીઓ એકઠા થયા છે. તેમજ તેઓ સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
જામનગરમાં રાષ્ટ્રીયકૃત બેંકોની બે દિવસીય હડતાળ, 180 કરોડનું ક્લિયરિંગ અટકવાની શક્યતા - strike of nationalized banks
જામનગરમાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા બે દિવસની હડતાળ જાહેર કરી છે. ત્યારે અંદાજે 180 કરોડનું ક્લિયરિંગ અટકી જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
jamnagar
કર્મચારીઓની મુખ્યત્વે માગણી છે કે, તેમનો પગાર વધારવામાં આવે તેમજ રાજ્ય સરકાર બેંક કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ સાંભળે અને તે અંગેના વહેલી તકે પગલાં લે. જો તેમની માંગણી તાત્કાલિક સંતોષવામાં નહીં આવ તો તેમણે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યાં છે.