- ખાતરના ભાવ વધારા અંગે કૃષિપ્રધાન આર.સી.ફળદુની પ્રતિક્રિયા
- રાજ્ય સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી
- ચૂંટણીમાં ખેડૂતોના મત ખેંચવા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હોવાનું જણાવ્યું
રાજ્યમાં ખાતરના ભાવોમાં કોઈ વધારો નથી કરાયો: કૃષિપ્રધાન આર.સી.ફળદુ - agriculture minister of state
સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન ખાતરના ભાવોમાં તોતિંગ વધારો કરાયો હોવાના સમાચાર વહેતા થયા હતા. જોકે, આ મામલે કૃષિપ્રધાન આર.સી.ફળદુએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્ય સરકાર દ્વારા ખાતરના ભાવ વધારા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ગુજરાતમા ખાતરના ભાવોમાં કોઈ વધારો નથી કરાયો
જામનગર: છેલ્લા કેટલાક દિવસોથી ખાતર અને બિયારણોના ભાવમાં તોતિંગ વધારો કરાયો હોવાની વાતો પ્રસરી હતી. ખાતરના ભાવોમાં એકાએક 30 ટકા જેટલો ભાવ વધારો થયો હોવાની માહિતિ સાંપડતા ETV BHARAT દ્વારા રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા ખાતરના ભાવ વધારા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું તેમજ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરવા અને તેમના મતો મેળવવા માટે આમ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.