ગુજરાત

gujarat

જામનગરઃ બેડ ગામ પાસેના તળાવમાં ગણેશ વિસર્જન સમયે તળાવમાં બંગાળી યુવક ડૂબ્યો

By

Published : Aug 28, 2020, 8:18 PM IST

કોરોના મહામારીને કારણે જાહેર ઉજવણી પર સરકારે પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં રાજ્યમાં ઘણી જગ્યાએ ગણેશ મહોત્સવ અને ગણપતિ વિસર્જન કરાઈ રહ્યું હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જામનગરના બેડ ગામ પાસેના તળાવમાં ગણેશ વિસર્જન કરતા સમયે તળાવમાં બંગાળી યુવક ડૂબ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

તળાવમાં બંગાળી યુવક ડૂબ્યો
તળાવમાં બંગાળી યુવક ડૂબ્યો

જામનગરઃ હાલ ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે લોકોએ ગણેશ સ્થાપના પોતાના ઘરમાં જ કરી છે. ત્યારે લોકો ગણપતિ વિસર્જન માટે તળાવ તેમજ નદી નાળામાં જતા હોય છે. જો કે, જામનગરમાં બેડ ગામ પાસે આવેલા તળાવમાં ગણેશ વિસર્જન વખતે બંગાળી યુવક ડૂબ્યો છે. જેને શોધવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

બેડ ગામ પાસેના તળાવમાં ગણેશ વિસર્જન સમયે તળાવમાં બંગાળી યુવક ડૂબ્યો

રાજ્યમાં ગણેશ સ્થાપના કરી કોવિડ ગાઈડ લાઇન બનાવવામાં આવી છે, છતાં પણ લોકો ગણેશ વિસર્જન માટે દૂર તળાવમાં વિસર્જન કરતા હોય છે. એક બાજુ કોરોનાના મહામારી છે તો બીજી બાજુ હજુ પણ લોકો કોરોના મહામારીનો ગંભીરતાથી લેતા નથી અને ઘરે ગણપતિની સ્થાપના તો કરી પણ મૂર્તિ મોટી હોવાથી તળાવમાં વિસર્જન માટે ગયા હતા.

પોતાના મિત્રો સાથે ગયેલો બંગાળી યુવક ગણપતિ વિસર્જન કરતા સમયે તળાવમાં કૂદી ગયો હતો અને બાદમાં યુવકની શોધખોળ કરતા ન મળતા આખરે ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. હાલ આ યુવકની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે, બોટના માધ્યમથી યુવકને શોધવા માટે સમગ્ર તળાવમાં તપાસ કરી રહી છે.

જામનગરઃ ભારે વરસાદ વચ્ચે લોકોએ ગણપતિ વિસર્જન કર્યું

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દુંદાળા દેવ ગણપતિ ઉત્સવમાં લોકો જોડાયા છે. જો કે, આ વર્ષે બાપાના ભક્તોએ ગણેશ સ્થાપના પંડાલમાં કરી નથી, પણ ઘરમાં જ ભક્તોએ ગણેશ સ્થાપના કરી છે. ગણેશ સ્થાપનાને ત્રીજો દિવસ છે, ત્યારે શહેરીજનો ગણપતિ વિસર્જન કરી રહ્યા છે. જામનગર શહેરમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જો કે, બાપાના ભક્તો પણ ગણેશ વિસર્જન કરવા માટે નદીએ પહોંચ્યા છે અને અહીં ભક્તિભાવપૂર્વક બાપાને વિદાય આપી રહ્યા છે. જામનગર સમાણા જતા વચ્ચે બેઠો પુલ આવે છે, ત્યાંથી નદીનો પ્રવાહ પણ પુષ્કળ પ્રમાણમાં વહી રહ્યો છે, તો ગણેશ ભક્તોની ગણપતિ વિસર્જન કરવા માટે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details