જામનગર જિલ્લામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 82 જૂથ યોજના દ્વારા 3 સ્વતંત્ર સોર્સ દ્વારા, 2 ટેન્કર દ્વારા 4 ગામના ગામ/ 20 પરા તેમ કુલ 98 ગામ/પરાઓને, લાલપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 58, સ્વતંત્ર સોર્સ દ્વારા 09, ટેન્કર દ્વારા 6 ગામ/ 11 પરા તેમ કુલ 73 ગામ/પરાઓને, ધ્રોલ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 14, જુથ યોજના દ્વારા 25, સ્વતંત્ર સોર્સ દ્વારા 2, ટેન્કર દ્વારા 2 પરા તેમ કુલ 41 ગામ/પરાઓને, જોડીયા તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 49, સ્વતંત્ર સોર્સ દ્વારા 2, ટેન્કર દ્વારા 1 ગામ/ 4 પરા તેમ કુલ ૫૨ ગામ/પરાઓને, કાલાવડ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 69, સ્વતંત્ર સોર્સ દ્વારા 25, ટેન્કર દ્વારા 6 ગામ/ પરા તેમ કુલ 98 ગામ/પરાઓને, જામજોધપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૫૨, સ્વતંત્ર સોર્સ દ્વારા 14, ટેન્કર દ્વારા 3 ગામ/ 3 પરા તેમ કુલ 69 ગામ/પરાઓને પાણી પહોંચાડવામાં આવે છે.
જામનગરમાં પાણી સમિતિની બેઠક યોજાઈ - JMR
જામનગરઃ પાણીનો પ્રશ્ન સમગ્ર રાજ્યમાં વિકટ બની રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં પાણી સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરના પ્રમુખપદે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત 56 MLDની છે. જેમાથી હાલ નર્મદા માંથી 58 MLD તથા સ્થાનિક ડેમમાંથી 5.50 MLD અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર / કુવામાંથી 3.00 MLD આમ કુલ 66.50 MLD પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની શહેરની કુલ જરૂરીયાત 118.20 MLDની છે. જેમાંથી હાલ નર્મદામાંથી 64.10 MLD તથા સ્થાનિક ડેમમાંથી 65.50 MLD આમ કુલ 129.60 MLD પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ જામનગર જિલ્લાના કુલ 20 ગામ અને 45 પરા વિસ્તારમાં કુલ 159.50 ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. પીવાના પાણીથી લઈ જામનગરમાં વપરાશ થતાં પાણી અંગે આજે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં પાણીને લગતા વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, જામનગર મહાનગરપાલીકાના કમિશનરશ્રી સતીષ પટેલ, પાણીપુરવઠાના કાર્યપાલક ઈજનેરશ્રી કોટા અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.