ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્રોલમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવાયું - Corona positive case news

જામનગરમાં કોરોનાનો કહેર વધ્યો છે. દરરોજ 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ લોકો પણ સ્વૈચ્છિક લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે. ધ્રોલમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

ચ્છિક લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવાયું
ચ્છિક લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવાયું

By

Published : Apr 21, 2021, 1:52 PM IST

  • જામનગરમાં રોજના 300થી વધુ પોઝિટિવ કેસ
  • ગ્રામ્ય પંથકમાં પણ લોકો સ્વૈચ્છિક લોકડાઉનનું કરી રહ્યા
  • ધ્રોલમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

જામનગર :જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે. દરરોજ 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જામનગર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ત્રણ દિવસનું સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું. તેનો સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ સ્વંભૂ લોકડાઉનમાંં પોતાના કામધંધા બંધ રાખ્યા હતા.

આ પણ વાંચો : હિંમતનગરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન, બજારો સ્વયંભૂ બંધ રહ્યા


30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન

જામનગર જિલ્લાના ધ્રોલમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વધતા કોરોનાના કેસને લઇ આ લોકડાઉનની 30 એપ્રિલ સુધી તારીખ લંબાવામાં આવી છે.

આ પણ વાંચો : વલસાડમાં મંગળવારથી શરૂ થયેલા સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ


ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લોકડાઉનની કરવામાં આવી જાહેરાત

ગ્રામ્ય પંથકમાં લોકો કોરોના સંક્રમિત ન બને તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉત્તમ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ્ય પંથકમાં પણ લોકો પણ સ્વૈચ્છિક લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે. જીવન જરુરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તે માટે સવારે બે કલાક દુકાનો ખોલવામાં આવે છે અને સાંજે પણ બે કલાક દુકાનો ખોલવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details