પત્રના માધ્યમથી રાખડી મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સખી મંડળ અને અન્ય મહિલા સંસ્થાઓ પણ જોડાઈ હતી. આમ તો મહિલાઓ સરહદ પર તો જઈ શકતી નથી. જેથી તેઓએ પત્રના માધ્યમથી દેશની સરહદ પર સુરક્ષા કરતા વીર જવાનો માટે રાખડી મોકલવામાં આવી રહી છે.
જામનગરમાં સરહદ પર તૈનાત જવાનોને પત્રના માધ્યમથી રાખડી મોકલવાનો કાર્યક્રમ યોજાયો - જવાનો
જામનગર: શહેરમાં આવેલા શેખર માધવાણી હોલ ખાતે કોર્પોરેટર ડિમ્પલ રાવલની અધ્યક્ષતમાં સરહદ પર તૈનાત જવાનોને પત્રના માધ્યમથી રાખડી મોકલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગરમાં સરહદ પર તૈનાત જવાનોને પત્રના માધ્યમથી રાખડી મોકલવાનો કાર્યક્રમ યોજાયો
સરહદ પર તૈનાત જવાનોને રાખડી મોકલવી તે આપણી તેમના પ્રત્યેની લાગણી છે. આ રાખડીનું મુલ્ય દેખાવનું કે જથ્થાબંધ સંખ્યાનું મહત્વ નથી. સરહદ સુધી આપણે પ્રત્યક્ષ પહોંચી ન શકીએ પણ સરહદ પર તૈનાત દેશના સપૂતો સુધી આપણો આદર-પ્રેમ રાખડીના માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં સખી મંડળ અને અન્ય મહિલા સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.