ગુજરાત

gujarat

ETV Bharat / state

ફલ્લા ગામમાં PHC સેન્ટરમાં છેલ્લા 2 મહિનાથી કાયમી ડોકટર નથી

જામનગર તાલુકાના ફલ્લા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે મહિનાથી કાયમી ડૉક્ટર નથી. તાત્કાલિક કાયમી ડૉક્ટર મૂકાય તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.

PHC સેન્ટરમાં છેલ્લા 2 મહિનાથી કાયમી ડોકટર નથી
PHC સેન્ટરમાં છેલ્લા 2 મહિનાથી કાયમી ડોકટર નથી

By

Published : May 9, 2021, 11:20 AM IST

  • ફલ્લા ગામને માંડ-માંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળ્યું
  • સાત-આઠ ગામના મુખ્ય સેન્ટર ફલ્લા ગામમાં
  • ફલ્લા ગામના PHCમાં MBBS કક્ષાના ડૉક્ટર મૂકવામાં આવે

જામનગર :અનેક વખત રજૂઆતો પછી ફલ્લા ગામને માંડ-માંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળ્યું છે. સાત-આઠ ગામના મુખ્ય સેન્ટર એવા આ ફલ્લા ગામના PHCમાં MBBS કક્ષાના ડૉક્ટર મૂકવામાં આવ્યા હતા. પરંતુ અહીં છેલ્લા બે માસ થયા છતાં ડૉક્ટર નથી. જે ડૉક્ટર ચાર્જમાં આવે છે તે ક્યારે આવે તે નક્કી હોતું નથી. કોરોનાની મહામારી વચ્ચે માનવી જિંદગી રોળાઇ રહી છે.
આ પણ વાંચો : લુણાવાડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરી રથ દ્વારા 32 RTPCR,18 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા
ગામમાં દરરોજ તાવ-શરદી અને કોરોનાના કેસો વધી રહ્યા

ગ્રામ્ય પ્રજા બિમારીથી પિડાઇ રહી છે. ત્યારે અહીં ખાસ ડૉક્ટરની જરૂર છે. દરરોજ તાવ-શરદી અને કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કાયમી ડૉક્ટર વગર નાના માણસો ક્યાં જાય ! ગ્રામ્ય પ્રજાની વેદના તો કોઇ સાંભળો ! ફલ્લા જે પણ કે તેનાથી પણ નાના ગામો જેવા કે, ધુતારપરના PHCમાં પુરતો સ્ટાફ, જામવણથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઇ ઘટ્ટ નથી.

આ પણ વાંચો : મહીસાગરમાં સંતરામપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે નાગરિકોના કોરોના ટેસ્ટ કરાવ્યા

ABOUT THE AUTHOR

...view details