બિન સચિવાલયની પરીક્ષા રદ નહિ થાય તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિદ્યાર્થીઓ સાથે આંદોલનમાં જોડાશેઃ વિક્રમ માડમ
જામનગરઃ રાજ્યમાં જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, તેમાં ક્યાંકને ક્યાંક ગેરરીતિ થઇ રહી છે અને હોશિયાર વિદ્યાર્થીઓ તેનો સીધો ભોગ બની રહ્યા છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી કરતા હોવાના પુરાવા પણ આપવામાં આવ્યા હતા.
જામનગર
રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલય ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમે પણ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે.