- મોટી ગોપ બેઠક પર 4.30 કરોડની ગ્રાન્ટ વાપરવામાં આવી
- 50 વર્ષથી ડેમ માટે રજૂઆત પરિણામ શૂન્ય
- ડેમનો વણ ઉકેલ્યો પ્રશ્ન ગ્રામજનો માટે ચિંતાનો વિષય
જામનગર :જિલ્લામાં મોટી ગોપ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠક પર છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વિકાસના કામ થયા અને હજુ ક્યા વિકાસ કામો માટે લોકો ઝંખી રહ્યા છે. તે જાણવા માટે etv ભારતની ટીમ મોટી ગોપ ખાતે પહોંચી હતી. જેમાં ગ્રામજનો પાસે વિકાસ કામો કેટલા થયા તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જામનગર જિલ્લાના મોટી ગોપ બેઠક પર કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. જોકે,આ બેઠક પર આઝાદી બાદ સતત કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીમાં જીતતા આવ્યા છે અને હજુ પણ આ સિલસિલો ચાલુ રહે તેવી શક્યતા છે.
જામનગર ગોપના મતદારોનો મિજાજ, 50 વર્ષથી ડેમ માટે રજૂઆત પરિણામ શૂન્ય છેલ્લા 50 વર્ષથી ગ્રામજનો ડેમની કરી રહ્યા છે માંગજામનગર જિલ્લાના મોટી ગોપ અને જીનાવરી વચ્ચે મોટી ડેમ નિર્માણ થયા તે માટે સ્થાનિકોએ મુખ્યપ્રધાન સુધી રજુઆત કરી હોવા છતાં કોઈ પ્રશ્ન સાંભળતું નથી. જો અહીં ડેમ બનાવવામાં આવે તો 30 ગામના ખેડૂતોને સીધો પિયતમાં ફાયદો થઈ શકે છે. જોકે, ડેમનો વણ ઉકેલ્યો પ્રશ્ન ગ્રામજનો માટે ચિંતાનો વિષય છે. મોટી ગોપ બેઠક પર 19 હજાર મતદારો
જામનગર જિલ્લાની મોટી ગોપ બેઠક હાલ ચર્ચાનો વિષય બની છે. કારણ કે, અહીં મહિલા અનામત બેઠક છે. તો આ બેઠક હજાર જેટલા મતદારો છે. તેમજ 19 હજાર જેટલા મતદારો આ બેઠક પરથી યોગ્ય ઉમેદવારને ચૂંટશે.
જ્ઞાતિ સમીકરણ
જામનગર જિલ્લાના મોટી બેઠકમાં આહિર, સગર દરબાર અને દલિત મતદારોની સંખ્યા વધુ છે. જોકે, બેઠકોમાં સૌથી વધુ આહીર મતદારો છે. ત્યારે આહીર ઉમેદવારો જ અહીંથી ચૂંટણી લડે તેવી શકયતા છે. કોંગ્રેસના યુવા નેતા હેમંત ખવાના ધર્મપત્ની આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે.