ગુજરાત

gujarat

ETV Bharat / state

કોલકાતાથી ઝડપાયેલા એડવોકેટ કિરીટ જોશીના હત્યારાઓને અદાલતમાં રજૂ કરાશે - Murderers of Kirit Joshi

જામનગરના ચકચારી કિરીટ જોશી હત્યાકાંડમાં જામનગર LCBએ કોલકાતાથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ગુરુવારે તેમને અદાલતમાં રજૂ કરવામાં આવશે.

કોલકાતાથી ઝડપાયેલા એડવોકેટ કિરીટ જોશીના હત્યારાઓને અદાલતમાં રજૂ કરાશે
કોલકાતાથી ઝડપાયેલા એડવોકેટ કિરીટ જોશીના હત્યારાઓને અદાલતમાં રજૂ કરાશે

By

Published : Mar 19, 2021, 7:32 PM IST

  • LCBની ટીમ આરોપીઓને જામનગર લઇ આવી
  • રૂપિયા 2 કરોડમાં અપાઈ હતી સોપારી
  • ગુરૂવારે અદાલતમાં રજૂ કરવા તજવીજ

જામનગર: વર્ષ 2018માં એડવોકેટ કિરીટ જોશીની ચકચારી હત્યા બાદ વિદેશ નાસી ગયેલા ભૂમાફિયાને લંડનમાં પકડી પાડવામાં આવ્યો છે. કોલકાતામાં નામ બદલીને રહેતા અને જામનગર પોલીસ માટે વોન્ટેડ એવા ભૂમાફિયાના 3 સાગરિતોને LCBએ વેશ પલટો કરીને ગુપ્ત ઓપરેશન બાદ ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓને જામનગર ખાતે લઇ આવવામાં આવ્યાં હતાં અને આ ત્રણેય હત્યારાઓના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:જામનગર કિરીટ જોશી હત્યા કેસના 3 આરોપી ઝડપાયા

કોલકાતામાં હાથ ધરાયું હતું 'રેડ હેન્ડ ઓપરેશન'

જામનગરનાં એડવોકેટ કિરીટ જોશીની હત્યા માટે રાખવામાં આવેલા 3 આરોપીઓ નેપાળથી નામ બદલીને નકલી પાસપોર્ટના આધારે ભારત આવ્યા હોવાની અને કોલકાતાના મુસ્લિમ વિસ્તારમાં ચોરીછૂપીથી રહેતા હોવાની જામનગર LCBને બાતમી મળી હતી. જામનગર LCBએ 'રેડ હેન્ડ ઓપરેશન'નું નામ આપીને કોલકાતામાં વેશપલટો કરીને મુસ્લિમ વિસ્તારોમાં રેકી કરી હતી અને એક મકાનમાંથી હાર્દિક નટવરલાલ ઠક્કર (પુજારા), તેનો ભાઈ દિલીપ નટવરલાલ ઠક્કર(પુજારા) અને જયંત અમૃતલાલ ચારણ (ગઢવી)ને પકડી લીધા હતાં. આ ઓપરેશન દરમિયાન PSI ગોજીયાએ આરોપીઓ પૈકી હાર્દિક પર રિવોલ્વર પણ તાકી દીધી હતી. જ્યારબાદ સ્થાનિક પોલીસની મદદથી ત્રણેય શખ્સોને ત્યાંની કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના ટ્રાન્ઝીટ(મુસાફરી) રિમાન્ડ મેળવીને જામનગર લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના કોવિડ ટેસ્ટ બાદ રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:ભૂમાફિયા જયેશ પટેલના વધુ એક સાગરિતની ગુજસીટોકના ગુના હેઠળ ધરપકડ

હત્યાના ગુનામાં અગાઉ પકચાયેલા આરોપીઓ

હત્યાના આ પ્રકરણમાં પોલીસ અગાઉ અજયપાલસિંહ ઉર્ફે બોબી ઉમેદસિંહ પવારને રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતેથી, સાયમન લુઈસ દેવીનંદ તેમજ અજય મોહન પ્રકાશ મહેતાને મુંબઈથી, રવિ રાજેશભાઈ ગગવાણી તેમજ મનિષ અમૃતભાઈ ચારણને અમદાવાદથી અને નેમિષ ઉર્ફે ભૂરો બીપીનભાઇ ગણાત્રાને રાજકોટથી ઝડપી ચૂકી છે. આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. જ્યારે બુધવારે રાત્રે કોલકાતામાંથી ધરપકડ કરીને લાવવામાં આવેલા 3 આરોપીઓને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કોલકાતાથી ઝડપાયેલા એડવોકેટ કિરીટ જોશીના હત્યારાઓને અદાલતમાં રજૂ કરાશે

ABOUT THE AUTHOR

...view details