જામનગરમાં સતત ટ્રાફિકથી ધમધમતા ST બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી વી એમ શાહ હોસ્પિટલના પટાંગણમાં મોટું વૃક્ષ ધરાશાયી થતા સમગ્ર માર્ગ બ્લોક કરવામાં આવ્યો હતો. તાત્કાલિક ફાયર ટીમને બોલાવવામાં આવી હતી અને પાર્ટીમાં વૃક્ષોને કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો.
જામનગરમાં વાવાઝોડાની અસર, વૃક્ષો થયાં ધરાશાયી - JMR
જામનગરઃ ગુજરાત ભરમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, ત્યારે જામનગરમાં બપોરે શરૂ થયેલા ભારે પવન અને વરસાદના કારણે શહેરમાં બે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. પવનની ગતિ ભારે હોવાના કારણે મુખ્ય માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સ્પોટ ફોટો
તો શહેરમાં અન્ય જગ્યાએ પણ વૃક્ષ ધરાશાયી થતા ફાયર ટીમે આ વૃક્ષના થવાની કામગીરી શરૂ કરી હતી. જો કે બન્ને જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા કોઈ જાનહાની થઈ નથી. તો શહેરમાં વીજ પોલ પડવાની પણ ઘટના સામે આવી છે તેના કારણે વીજપુરવઠો રોકી દેવામાં આવ્યો છે.