જામનગરઃ મહાનગરપાલિકામાં બુધવારે જનરલ બોર્ડમાં સ્ટન્ડિંગ કમિટી ચેરમેને રૂપિયા 689.80 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જામનગર જિલ્લા જેલમાં મહિલા કોલેજના પ્રોફેસરના ઘર પર ફાયરિંગ મામલે જિલ્લા જેલમાં રહેલા કોર્પોરેટર અતુલ ભંડેરી પણ આ જનરલ બોર્ડમાં હાજર રહ્યો હતો.
જેલમાં રહેલો કોર્પોરેટર રહ્યો હાજર, ફોન પર વાત કરવા બાબતે પોલીસ સાથે રકઝક - General Board meeting
હાલ જેલમાં રહેલા જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જનરલ બોર્ડમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન તેને ફોન પર વાતચીત કરતા મહિલા પોલીસે તેને અટકાવ્યો હતો. આ કારણે બંને વચ્ચે રકઝક થઈ હતી.
કોર્પોરેટર અતુલ ભંડેરીને ફોન પર વાત કરતા પોલીસે અટકાવ્યા હતા. જે કારણે મહિલા પોલીસ અને અતુલ વચ્ચે રકઝક થઈ હતી. કોર્પોરેટર અતુલ ભંડેરીને પોલીસ જાપ્તામાં સવારે 11 વાગ્યે લવાયો હતો. જોકે, કોર્પોરેટર અતુલ ભંડેરીએ બોર્ડ બહાર નીકળી ફોન પર વાતચીત કરતા મહિલા પોલીસે તેને રોક્યો હતો. જે કારણે પોલીસને તેને કાયદો જાણતો હોવાનું કહી રકઝક કરી પોતાનો રૂઆબ બતાવ્યો હતો.
જામનગરના બહુચર્ચિત ભુમાફિયા જયેશ પટેલના ઈશારે કોર્પોરેટર અતુલ ભંડેરીએ મહિલા કોલેજના પ્રોફેસરના ઘર પર ફાયરિંગ કરાવ્યું હતું.