જામનગરઃ જિલ્લામાં બે દિવસ પહેલા જ 20 ગામના સરપંચોએ જિલ્લા પંચાયત ખાતે TDOને આવેદનપત્ર પાઠવી મોટી ગોપ અને ધ્રાફાને જોડતા મુખ્ય માર્ગનું તાત્કાલિક રિપેરીંગ કામ કરવામાં આવે તેવી માગ કરી હતી, જોકે તંત્રએ આંખ આડા કાન કર્યા અને અહીં કોઈ પણ કામ કરવામાં ન આવતા સોમવારે પડેલા ભારે વરસાદમાં ધ્રાફા અને મોટી ગોપ પાસેના મુખ્ય માર્ગ પરનો પુલ ધરાશાયી થયો છે. આ પુલ પડવાથી ધ્રાફા અને મોટી ગોપ વચ્ચેના 25 જેટલા ગામના લોકોની અવરજવર અટકી ગઈ છે.
જામનગર: મોટી ગોપ અને ધ્રાફાને જોડતા મુખ્ય માર્ગનો પુલ ધરાશાયી, 25 ગામના લોકોને ભારે હાલાકી - જામનગરમાં ભારે વરસાદ
જામનગરમાં ભારે વરસાદને કારણે અનેક ગામના રસ્તાઓ રસ્તાઓ ધોવાયા છે. જેમાં મોટી ગોપ તથા ધ્રાફાને જોડતા મુખ્ય માર્ગનો પુલ ધરાશાયી થયો છે. જેથી 25 ગામના લોકોને હાલાકી પડી રી છે.
જામનગર પંથકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. તો સમગ્ર જિલ્લાના મોટાભાગના રસ્તા ધોવાતા જિલ્લા પંચાયતની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. મોટી ગોપ અને ધ્રાફાના મુખ્ય માર્ગ પર પુલ ધરાશાયી થતા વાહન ચાલકો પણ ફસાયા હતા.
જો કે વાહન ચાલકો વૈકલ્પિક રસ્તેથી નીકળ્યા હતા. પુલ તૂટવાથી આજુબાજુના ગામના લોકો પોતાની વાડી તેમજ ખેતરે જતા પણ અટવાઈ ગયા છે. લોકો માગ કરી રહયા છે કે તાત્કાલિક પુલનું રિપેરીંગ કામ કરવામાં આવે નહીંતર આ વિસ્તારના લોકો આંદોલન કરશે.