ગુજરાત

gujarat

ETV Bharat / state

શહેરના પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિના આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર - Gujarati News

જામનગરઃ શહેરના નામાંકિત ઉદ્યોગપતિ વસંત પરિવારમાં મિલ્કતના પ્રશ્ર્ને ચાલતો વિવાદ અદાલતનાં આંગણે પહોંચ્યો છે. આ પ્રકરણમાં 1.15 કરોડની ઔદ્યોગિક જમીનના વહેંચણીમાં ગેરરીતી થયાની ચકચારી ફરિયાદમાં શહેરના નામાંકિત ઉદ્યોગપતિની આરોપી તરીકે સંડોવણી દર્શાવાતા આ ઉદ્યોગપતિએ આગોતરા જામીન માટેની અરજી જામનગરની અદાલતમાં કરતા આ પ્રકરણ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યું છે.

શહેરના પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિના આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા  નામંજૂર

By

Published : May 28, 2019, 7:40 PM IST

જામનગરના નામાંકિત ઉદ્યોગપતિ અને રાજકારણી સ્વ.વિનોદરાય કલ્યાણજી વસંત (કિલુભાઇ)ના આવસાન બાદ તેમના કુટુંબ-પરિવારમાં કરોડોની મિલ્કત અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સંયુકત પરિવારની કેટલીક મિલ્કતો વિવાદનું કેન્દ્ર બની છે.સ્વ.કિલુભાઇના પત્ની વર્ષાબેન વસંતે પોતાના ભત્રીજા, દિયર તથા જામનગરના અન્ય એક જાણીતા ઉદ્યોગપતિ સામે જીઆઇડીસીમાં આવેલા 3264 નંબરના પ્લોટના વેચાણમાં ગેરરીતી થયાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ સંદર્ભે ગઇકાલે વસંત પરિવારના મહેશભાઇ વસંતની ધરપકડ કરવામાં આવી હતી,અને પોલીસ દ્વારા રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રીમાન્ડની માંગણી નામંજૂર કરવામાં આવી હતી.

શહેરના પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિના આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર
જયારે અન્ય એક આરોપી દ્વારા આજે પોતાના વકીલ મારફત અદાલતમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરવામાં આવી હતી અને આ અંગે સુનાવણી આવતા અદાલતે આગોતરા નામંજૂર કર્યા હતા. બચાવ પક્ષે એવી પણ દલીલ કરાઇ હતી કે કરાર મુજબની આ પ્લોટની રકમ (ફરિયાદી)ના બેંક ખાતમાં ચેકથી જમા થઇ હતી.

આથી છેતરપીંડી થયાનો કોઇ પ્રશ્ન નથી અને અદાલતમાં જે આગોતરા જામીન માટેની અરજી દાખલ કરેલ હતી તે નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.છેતરપીંડી થયાનો કોઇ પ્રશ્ન નથી અને અદાલતમાં જે આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી, તે નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી

ABOUT THE AUTHOR

...view details