જામનગર: દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. શહેરમાં રોજ 100 થી 120 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે.
જી.જી. હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા દિપક તિવારી પણ કોરોનાનો ભોગ બન્યા છે. હાલ તેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે.
જી.જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ કોરોના પોઝિટિવ જામનગરની જી જી હોસ્પિટલમાં ફરજ બજાવતા અનેક ડોકટર અને નર્સ સહિતના કર્મચારીઓ કોવિડના ભોગ બન્યા છે ત્યારે ખુદ સુપરિન્ટેન્ડેન્ટ દિપક તિવારી કોરોના ગ્રસ્ત બનતા હોસ્પિટલ પરિવારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે.
સાથે સાથે સુપરિન્ટેન્ડેન્ટના સંપર્કમાં આવેલા લોકોને કવોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.