ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓએ 65 હજાર પોસ્ટકાર્ડ લખ્યા - લોકશાહી

જામનગરઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી લોકો મતદાન અંગે જાગૃત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો અને તેમના વાલીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે 65 હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.

ફોટો

By

Published : Mar 30, 2019, 7:56 PM IST

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી મતદાન કરવાનું ટાળતા હોય છે. પોતાનું રોજીંદુ કામ તેમજ અન્ય બહાના બતાવી મતદાનથી દૂર ભાગતા હોય છે. તેથી આ લોકશાહીમાં તમામ લોકો મતદાન માટે આગળ આવે તે જરુરી છે. તે માટે જામનગરની વિવિધ શાળઓના વિદ્યાર્થિઓએ પોતાના માતા-પિતાને સંબોધીતપત્રો લખી મતદાન કરવા પ્રેરણા આપી હતી.

વિદ્યાર્થીઓએ 65 હજાર પોસ્ટકાર્ડ લખ્યા

આમ તો, facebook અને whatsappના યુગમાં પત્રવ્યવહારનું સ્થાન નહિવત છે.પરંતુ વિદ્યાર્થિઓએ જામનગર જિલ્લામાં 65 હજાર જેટલા પત્ર લખી વાલીઓને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details