જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે છરીના ઘા ઝીંકીને કરાઈ યુવાનની હત્યા - Gujarat
જામનગરઃ જામનગરમાં સતત ધમધમતા સાત રસ્તા સર્કલ પાસે શુક્રવારે મોડી રાત્રે પસાર થતા એક યુવાને આતરી લઈને છરીના 6 જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ સ્પોર્ટ પહોંચી હતી. જ્યારે મૃતકના પરિજનોને પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની માતા પુત્રની મૃતદેહ જોઈ બેભાન થઈ જતા 108ની મદદથી જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટિફિન વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષીય દીપકભાઈ જોઇશર 10 વાગ્યે સાત રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન 3 જેટલા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટર્મોટમ અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. ડૉ હેડગોવર રોડ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.