ગુજરાત

gujarat

ETV Bharat / state

The Kerala Story: ધી કેરલા સ્ટોરીનો વિવાદ ગુજરાત પહોંચ્યો, દ્વારકાના શંકરાચાર્યએ આપ્યું નિવેદન

Shankaracharya statement on the kerala story: દ્વારકાના શંકરાચાર્ય જામનગરના ગ્રામ્ય વિસ્તાર દરેડમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં દીક્ષા હેતુ આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કેરલા સ્ટોરી ફિલ્મ વિશે વાત કરી હતી. કેરળમાં જે પ્રકારે લવ જેહાદ પર ફિલ્મ બની છે. 'ધ કરેલા સ્ટોરી'માં જે ઘટના દેખાડવામાં આવી છે. તેના વિશે પણ જગતગુરૂ શંકરાચાર્યએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી કે, આવી પ્રવૃત્તિ માટે ફંડ ક્યાંથી આવે છે એની તપાસ થવી જોઈએ. ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ બંધ થવી જોઈયે.

Jamnagar News: શંકરાચાર્ય એ કહ્યું, ધર્મ પરિવર્તન માટે ફંડ ક્યાંથી આવે છે તપાસ કરો
Jamnagar News: શંકરાચાર્ય એ કહ્યું, ધર્મ પરિવર્તન માટે ફંડ ક્યાંથી આવે છે તપાસ કરો

By

Published : May 11, 2023, 10:03 AM IST

Updated : May 11, 2023, 3:42 PM IST

શંકરાચાર્યએ કહ્યું, ધર્મ પરિવર્તન માટે ફંડ ક્યાંથી આવે છે તપાસ કરો

જામનગર: દ્વારકાના શંકરાચાર્ય દરેડમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં આવ્યા હતા. જ્યાં તેમણે દેશમાં છાના ખૂણે થઈ રહેલા ધર્મ પરિવર્તન અંગે વાત કહી હતી. ખાસ કરીને હાલમાં આવેલી ફિલ્મ કેરલા સ્ટોરી મામલે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. દ્વારકાના શંકરાચાર્ય એ વાત પર ખાસ ભાર મૂક્યો કે, નૈતિકતાની સમજ ન હોવાને કારણે યુવાનો ખોટા રસ્તે દોરવાઈ જાય છે. જેના કારણે આવી પ્રવૃત્તિને વેગ મળે છે. ખાસ કરીને યુવતીઓ જાગૃત થઈ અને આગળ આવે એ ખૂબ જરૂરી છે. જામનગરની મુલાકાતે આવેલા સંતે ધર્મ પરિવર્તન અંગે થતી ખોટી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવાની વાત પરોક્ષ રીતે કરી હતી.

જેહાદનો શિકાર: દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સ્વામીએ વાત કરતા જણાવ્યું કે ખાસ કરીને કેરળમાં જે પ્રકારે લવ જેહાદ પર ફિલ્મ બની છે. ધ કેરલા સ્ટોરી વિશે પણ જગતગુરૂ શંકરાચાર્યએ ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે કેરળમાં અનેક હિંદુ યુવતીઓ લવ જેહાદનો શિકાર બની છે. મૂવીમાં 30 હજાર જેટલી યુવતીઓ લવ જેહાદમાં ફસાઈ હોવાનું દર્શાવ્યું છે. જો કે ધર્મ પરિવર્તન પણ હાલ ખૂબ ચર્ચામાં છે. ત્યારે ધર્મ પરિવર્તન માટે ફડીગ ક્યાંથી આવે છે તેની તપાસ કરવાની જરુર છે તેવું પણ કહ્યું છે. વધુમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સ્વામીએ જણાવ્યું કે મુસ્લિમ સમાજના સંખ્યા બંધ યુવાનોએ હિન્દુ હોવાનું કહીને લગ્ન કર્યા બાદ હિન્દુ યુવતીઓ તરછોડી દીધી છે.

હાલ દેશમાં લવ જેહાદ ધર્મ પરિવર્તન અને કેરળમાં જે બન્યું છે. સંતાનોને જાગૃત કરવા પડશે વધુ ધર્મમય બનાવવા પડશે એ બાબતે પણ ટકોર કરી છે. ખાસ કરીને સમાજમાં અનૈતિકતા વધી ગઈ છે. ઓછી ઉંમરના બાળકો આ પ્રકારનો નિર્ણય લેતા હોય છે. કેરળમાં હજારો લોકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. પણ જે થયું તે થયું જો કે હવે તેને રોકવું ખૂબ જરૂરી છે. આપણે ધર્મ સમજી શકતા નથી અને ગુણદોષને પારખવાની ક્ષમતા કોઈ બેઠા છીએ. કેટલાક વાસના માટે પણ આ પ્રકારનું પરિવર્તન કરે છે--સદાનંદ સરસ્વતીજી મહારાજ (શારદા મઠના શંકરાચાર્ય)

નિશુલ્ક ધ કેરાલા સ્ટોરી:આપણી સામે કેરળની ઘટના થઈ છે. હવે આગળ આવી ઘટના ન બને તે જોવાની જરૂર છે. ધર્મ પરિવર્તન માટે બાળકોમાં નિર્ણય લેવાની શક્તિ નથી નૈતિકતાનો બોધ ન હોવાના કારણે બાળકો દોરવાઈ જાય છે. પાછળથી તેઓ પસ્તાય છે. આ પાછળ કામ પણ બહુ થાય છે. પરંતુ કેરળમાં છેતરીને ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. જામનગરમાં હિન્દુ સેના દ્વારા શહેરની અનેક યુવતીઓને લવ જે હાથમાં ન ફસાય તે માટે વિવિધ થિયેટરોમાં નિશુલ્ક ધ કેરાલા સ્ટોરી બતાવી છે. હજુ પણ આ કાર્યક્રમો ચાલી રહ્યા છે ખાસ કરીને યુવતીઓમાં જાગૃતિ આવે અને લવજેહાદમાં ન ફસાય તે માટે હવે વિવિધ સંસ્થાઓ પણ આગળ આવી રહી છે.

Last Updated : May 11, 2023, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details