- જામનગર કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી 60થી 70 યુવતી બની યૌન શોષણનો ભોગ
- ત્રણ સુપરવાઇઝર દ્વારા યુવતીઓને પોતાના તાબે થવા માટે કરતા હતા મજબૂર
- જામનગર કોવિડ હોસ્પિટલના આરોગ્ય કર્મીએ કર્યો આક્ષેપ
જામનગર : શહેરમાં આવેલી જી. જી. હોસ્પિટલ ( G G Hospital )માં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીએ આક્ષેપ કર્યા છે કે, જામનગરની જી. જી. હોસ્પિટલમાં એટેન્ડસ્ તરીકે ફરજ બજાવતી યુવતીઓ સાથે યૌન શોષણ ( sexually harassment in gg hospital ) કરવામાં આવી રહ્યું છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણની ઘટના
આરોગ્ય કર્મચારીએ આક્ષેપ કર્યા છે કે, કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીઓ અવારનવાર યૌન શોષણ ( sexually harassment in gg hospital )નો શિકાર બનાવવામાં આવતી હતી. અત્યાર સુધીમાં 60થી 70 યુવતીઓની જાતીય સતામણી કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા ત્રણ સુપરવાઇઝર્સ અવારનવાર ફોન અને મેસેજ દ્વારા આ યુવતીઓને પોતાના તાબે થવા માટે મજબૂર કરતા હતા.