જામનગર : જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આરડી ગોહિલ સહિતનો સ્ટાફ મોરબીમાં અપહરણ કરી અને નાસી છૂટેલા આરોપીની ઝડપી પાડવા માટે જોડિયાની આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી, ત્યારે પાદરા પાસેથી એક સ્કોર્પિયો પૂર ઝડપે પસાર થઈ હતી અને આ સ્કોર્પિયોને રોકવા માટેની કોશિશ કરવામાં આવી હતી જોકે સ્કોર્પિયો ચાલકે પીએસઆઇ આરડી ગોહિલ અને સ્ટાફ પર સ્કોરપયો ગાડી ચડાવી મારી નાખવાની કોશિશ કરી હતી.
સીસીટીવીમાં સ્કોરપ્યો કાર પૂર ઝડપે જતો હોવાનું સામે આવ્યું :જોડિયા પોલીસે એક આરોપીને મુદામાલ સાથે દબોચી લીધો છે અને તેની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો લગાવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીઓને દબોચી લેવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. સીસીટીવીમાં સ્કોરપ્યો કાર પૂર ઝડપે જતો હોવાનું સામે આવ્યું છે.
આરોપી સામે ક્યાં પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના? :જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી પોલીસે ફિલ્મ ઢબે પીછો કરી મોરબી પંથકના અપહરણના આરોપી સલીમ દાઉદભાઈ માણેક નામના મિયાણા શખ્સને દબોચી લીધો છે, જે આરોપીની ક્રાઈમ કુંડળી તપાસતા આરોપી સલીમ સામે મોરબી બી.ડિવિઝન પોલીસ સ્ટેશન, માળિયા મીયાણા પોલીસ સ્ટેશન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, ભુજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગર એ. ડિવિઝન પોલીસ સ્ટેશન, જોડીયા પોલીસ સ્ટેશન અને મોરબી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પૂર્વયોજિત કાવતરું, હથિયારધારા અને છેતરપિંડી સહિતના સાત ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.