ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં LPG રાંધણગેસના ઇન્સ્ટોલેશન અને ઇન્સ્પેકશનના સર્વિસ ચાર્જ જાહેર કરાયા - JMR

જામનગર: જિલ્લા પુરવઠા અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવાયું છે કે, ભારત સરકાર દ્વારા સ્થાપિત સુધા જોષી કમિટીની ભલામણ મુજબ ઘરવપરાશના એલપીજી ઇન્સ્ટોલેશનની ચકાસણી દર બે વર્ષમાં કરાવવી ઈચ્છનીય છે. આ ચકાસણી ગ્રાહકના હિતમાં છે. ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોના એલપીજી ઇન્સ્ટોલેશનની જુદા જુદા ૧૩ મુદ્દાઓની ચકાસણી કરી જરૂર જણાયે વિવિધ એસેસરીઝ જેમ કે, રબર, ટયુબ, પ્રેશર રેગ્યુલેટર નોબ બદલી આપવામાં આવે છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 20, 2019, 3:53 AM IST

ભારત સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ ગેસ ઇન્સ્ટોલેશનના ઇન્સ્પેકશનનો જીએસટી સાથેનો ચાર્જ ૧ બર્નર ગેસ રૂ/.૧૧૮, ૨ બર્નર ગેસ રૂ/.૧૭૭, ૩ બર્નર ગેસ રૂ/.૨૩૬, ૪ બર્નર ગેસ રૂ/.૨૯૫ આ છે. જો કોઈ ગેસ એજન્સી આ ચાર્જીસ કરતાં વધારે ચાર્જીસ વસુલ કરે તો લગત ઓઇલ માર્કેટીંગ કંપનીઓના સેલ્સ ઓફીસર (આઈ.ઓ.સી. મો.૯૪૨૬૪ ૧૬૦૮૨, બી.પી.સી.એલ. મો.૯૮૨૪૮ ૮૫૭૭૧ અને એચ.પી.સી.એલ. મો.૭૭૨૭૮ ૫૬૬૨૨)નો તાત્કાલિક સંપર્ક કરવો અને એજન્સી/કંપનીના મિકેનિક પાસેથી ચૂકવેલ રકમની પહોંચ મેળવવાનો અચૂક આગ્રહ રાખવો.

જો ગ્રાહક ચકાસણી કરાવવા ન ઇચ્છતા હોય તો ગેસ એજન્સીના મિકેનિક દ્વારા રજુ કરેલ ઇન્સ્પેકશન ફોર્મમાં ચકાસણી કરાવવા માંગતા ન હોવા અંગે સહી કરી આપવી. તમામ એલપીજી રાંધણગેસ ગ્રાહકોને જણાવવાનુ કે, આ ‘ઇન્સ્પેકશન ફરજીયાત નથી’ પરંતુ સુરક્ષાના હિતમાં દર બે વર્ષે આ ઇન્સ્પેકશન કરાવવુ હિતાવહ છે. આથી તમામ એલપીજી રાંધણગેસ ગ્રાહકોને જિલ્લા પુરવઠા તંત્રની વિનંતી છે કે, તેઓ પોતાની વિવેકબુદ્વિના આધારે એલપીજી સુરક્ષા સંબંધે નિર્ણય લેવો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details