ગુજરાત

gujarat

ETV Bharat / state

6 કરોડનું કૌભાંડ, 135 સભ્યોએ CM ઓફિસ બહાર આપી આત્મવિલોપનની ચિમકી

જામનગર: જામજોધપુર કો-ઓપરેટિવ બેંકમાં 6 કરોડનું કૌભાંડ થયું હોવાનું 2 વર્ષ પહેલા વિવિધ સભ્યોએ તંત્ર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. જેનો કોઇ ઉકેલ ન આવતા આખરે તમામ ભોગ બનેલા લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

By

Published : Jun 30, 2019, 12:41 PM IST

,135 સભ્યોએ CM ઓફિસ બહાર આપી આત્મવિલોપનની ચિમકી

જામનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમમાં જામજોધપુર કો-ઓપરેટિવ બેંકમાં છેતરપિંડીનો ભોગ બનેલા સભ્યો હાજર રહ્યા હતા. જોકે આ સભ્યોને જીલ્લા કલેક્ટરે એવો જવાબ આપ્યો કે તેમનો કેસ ચાલતો હોવાથી તેઓ તેમાં કઇ પણ કરી શકે નહીં.

જામજોધપુર કો-ઓપરેટીવ બેંકમાં બે વર્ષ પહેલા 135 જેટલા સભ્યો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને 6 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં લોકોના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક સોલ્યુશન આવે તે માટે બોલાવવામાં આવતા હોય છે. પણ અહીં તો કંઇક અલગ જ જોવા મળ્યું હતું.

,135 સભ્યોએ CM ઓફિસ બહાર આપી આત્મવિલોપનની ચિમકી
જામજોધપુરથી આવેલા લોકોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. જોકે હવે આ કૌભાંડમા સંકળાયેલા લોકો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ભોગ બનેલા 135 જેટલા લોકો ગાંધીનગરમાં CM વિજયભાઈ રૂપાણીની ઓફિસ સામે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.135 જેટલા સભ્યો છેલ્લા બે વર્ષથી અનેક વખત રજુઆતો કરી છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આખરે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details