જેનો સૌપ્રથમ અહેવાલ Etv Bharatમાં પ્રસિદ્ધ કરાયો હતો. જેના પગલે ખાણ-ખનીજ વિભાગની પોલ ખુલી હતી અને રેલો આવતા ખીજડીયા ગામે ઉંડ નદીમાં હાલ પૂરતી રેતીની ખનીજચોરી બંધ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
સરપંચે રેતી ચોરી કૌભાંડ મુદ્દે લગાવ્યા આક્ષેપ, કલેક્ટરને કરી રજૂઆત - stolenmscandal
જામનગર: જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકાના ખીજડીયા ગ્રામ પંચાયતના લેટરપેડ પર સરપંચ એસ.એમ.જાડેજા દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ઉંડ નદીમાંથી ખાણખનીજ અધિકારી, ધ્રોલ પોલીસ, પરાક્રમસિંહ, નાથાભાઈ, ખામુભાઈ સહિતનાઓ દ્વારા રેતીચોરીના રેકેટમાં સામેલ હોવાનો આક્ષેપ કલેક્ટરને સંબોધીને થયેલી ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
ધ્રોલ તાલુકાનાં ખીજડીયા ગામે ઉંડ નદીમાં છેલ્લા દોઢ વર્ષથી રેતીની ખનીજચોરી મામલે સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા કોઈ પગલા ન લઈ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું. ત્યારે અંતે સરપંચ દ્વારા કલેક્ટરને કરેલી રજૂઆત Etv Bharatને મોકલી હતી. જે અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ ગણતરીના દિવસોમાં જ તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. હાલ તો આ ગામે રેતીચોરી બંધ હોવાનું સરપંચના પતિ મહેન્દ્રસિંહ જાડેજાએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું.
જામનગર જિલ્લામાં ખાસ કરીને ધ્રોલ-જોડીયામાં રેતીની ખનીજ ચોરીના મામલે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે તંત્ર દ્વારા જ માથે રહીને આ ખનીજ ચોરી કરાવતા આક્ષેપો થઈ રહ્યાં હતા. જેની પાછળ હપ્તાખોરી હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું હતું. ત્યારે ગ્રામજનો દ્વારા રેતીચોરીને મામલે વારંવાર રજૂઆત કરવા છતા કોઈ પગલાં ભરવામાં આવતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ આ રેતીચોરીના રેકેટનો અહેવાલ Etv Bharatમાં પ્રસિદ્ધ થયા બાદ તંત્રની આંખ ખુલી છે હવે જોવાનું એ રહ્યું કે કાર્યવાહીમાં કેટલો સમય લાગશે.