ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં વોર્ડ નંબર 6ના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે મામલતદારને પાઠ્વ્યું આવેદન - જામનગર પાલિકા ન્યૂઝ

જામનગરમાં વોર્ડ નંબર 6ના રહીશોએ પ્રાથમિક સુવિધા ન મળતાં મામલતદારને આવેદનપત્ર પાઠવી ટેક્સ ન વસૂલવા અપીલ કરી છે. રહીશો આ મુદ્દે રોષપૂર્વક જણાવ્યું હતું કે, જો રોડ અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. આ અંગે તંત્રમાં અનેકવાર રજૂઆત કરી હતી. છતાં કોઈ પગલાં ન લેવાતા અમારે આવેદન આપવાની ફરજ પડી છે.

જામનગર
જામનગર

By

Published : Jul 30, 2020, 1:58 PM IST

જામનગરઃ શહેરમાં વોર્ડ નં 6માં રહેતા લોકોને પ્રાથમિક સુવિધા ન મળતાં તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.આ વિસ્તારમાં ટેક્સ વસૂલવા છતાં છેલ્લા કેટલાંય સમયથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી.

આ વિસ્તારને જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મકાનનું કંપલેન્સિયોન જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં ત્યાં છેલ્લા દોઢ-બે વર્ષથી ત્યાં લાઈટ રોડ જેવી સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. પુષ્પ પાર્ક -6, દ્વારકાધીશ પાર્ક 1ની પાછળ બેડી બંદર રીંગ રોડ વિસ્તારમાં રહેતા નાગરિકોને રોડ, લાઇટ, પાણીની સુવિધાઓ જે જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મકાનનું કંપલેન્સિયોન કરવામાં આવ્યું છે. ત્યાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં વોર્ડ નંબર 6ના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે મામલતદારને પાઠ્વ્યું આવેદન

આ મુદ્દે સ્થાનિક નાગરિકોએ અનેખ વખત લેખિત મૌખિક ટેલિફોન ઈમેલ દ્વારા ફરિયાદ અને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ન મળતા આખરે આજરોજ વોર્ડ નંબર 6ના રહીશોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે.

વોર્ડ નંબર 6ના રહીશો માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ ન મળે ત્યાં સુધી જામનગર મહાનગરપાલિકાએ સોસાયટીઓ પાસેથી ટેક્સ વસૂલ ન કરવો જોઈએ. જો વિસ્તારની સોસાયટીઓના ટેક્સ મુક્ત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details