ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણી વિના તરફડતી માછલીઓનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન - Lakhota Nature Club

જામનગર: અહીંના લાખોટા નેચર ક્લબ દ્વારા પાણી વિના તરફડતી 200 માછલીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને માછલીઓને નવું જીવન અપાયું છે. શહેરના ગોકુલનગર માધવબાગ વિસ્તારમાં નાની તલાવડીની અંદર રહેલી માછલીઓને પાણી નહીં મળવાને કારણે તેઓ મૃતપ્રાય અવસ્થામાં હતી. તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરીને તેમને તળાવમાં છોડી મુકાતા જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Rescue Operation
માછલીઓનું રેસ્ક્યુ ઓપરેશન

By

Published : Jan 17, 2020, 8:15 PM IST

હાલમાં જ પૂર્ણ થયેલા ઉતરાયણ પર્વમાં પતંગની દોરથી ઘાયલ થયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરી તેને બચાવવા સરકાર દ્વારા શરૂ કરાયેલા કરુણા અભિયાનમાં જામનગરની જીવદયા અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ પણ જોડાઈ હતી. જેમાં લાખોટા નેચર ક્લબ દ્વારા શહેરના લોકોને હેલ્પલાઈન નંબર આપવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાના સદસ્ય રેમેશભાઈને ગોકુલનગર માધવબાગ વિસ્તારમાંથી ફોન આવ્યો કે, "તમે માછલીઓને બચાવો ખરા?" આ ફોનના આધારે વનવિભાગ અને લાખોટા નેચર ક્લબના સદસ્યોએ 200 માછલીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેને નવજીવન આપ્યું હતું.

પાણી વિના તરફડતી માછલીઓનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન

ABOUT THE AUTHOR

...view details