ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના ભરત શર્માએ ઍવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો - INDUSTRY

જામનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મેન્યુફેક્ચરીંગ ડિવિઝનના કર્મચારી ભરત શર્માએ 22મે 2019ના રોજ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો ત્રિરંગો લહેરાવવીને દેશનું ગૌરવ વધાર્યું છે. 37 વર્ષના ભરત શર્મા આ પ્રકારની સિદ્ધી મેળવનારા રિલાયન્સ પરિવારના પ્રથમ સભ્ય બન્યા છે.

જામનગરના ભરત શર્માએ ઍવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો

By

Published : Jun 8, 2019, 5:43 AM IST

ભરત શર્મા 37 વર્ષના સિદ્ધી મેળવનારા રિલાયન્સ પરિવારના પ્રથમ સભ્ય બન્યા છે. એવરેસ્ટ સર કરવાની સાથે અત્યાર સુધીમાં વિજય મેળવનારા 422 ભારતીયોની સાથે વિશ્વના કુલ 4500 પર્વતારોહતોની યાદીમાં સ્થાન પામ્યા છે. શર્માએ 8848 મીટર અથવા 29,029 ફૂટની ઊંચાઈ ધરાવતા શિખર પર 22 મે 2019ના દિવસે સવારે નવ વાગ્યે ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
ભરત શર્માએ પોતાના એવરેસ્ટ રોહણના અનુભવ પણ શેર કર્યા છે. તેમને જણાવ્યું હતું કે, “વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવાનું તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે. પર્વતારોહણ દરમિયાન હવામાન અને વાતાવરણની પડકારજનક પરિસ્થિતિઓ હોવા છતાં પણ તેઓ શિખર પર પહોંચવાના સ્વપ્નને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત રાખીને મારી યાત્રા ચાલુ રાખી હતી.
જો કે, રસ્તામાં ઘણા પડકારો પણ આવ્યા હતા. ખાસ કરીને વાતાવરણમાં સતત બદલાવથી યાત્રા કઠિન બની હતી પણ લક્ષ્ય નક્કી હતું. આમ 37 વર્ષના ભરત શર્માએ રિલાયન્સ,જામનગર અને દેશનું નામ રોશન કર્યું છે. લોકો સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details