ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં 25 લાખના ખર્ચે બનાવેલ કચરાનું રી-સાઈકલિંગ મશીન શોભાના ગાંઠિયા સમાન - JMC

જામનગર: શહેરમાં રંગમતી નાગમતી નદી નજીક રિસાઈકલિંગ પ્રોજેક્ટની મશીનરી કરોડો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવી છે. જે છેલ્લા 6 મહિનાથી ધૂળ ખાઈ રહી છે અને મશીનથી કામ શરૂ થતાં હજુ 6 મહિના જેવો સમય લાગશે. ત્યારે મંગળવારે વિરોધપક્ષના મહિલા કોર્પોરેટરો દ્વારા પ્રોજેક્ટની મુલાકાત લઈ કંપની અને અધિકારીઓની પોલ છતી કરી હતી.

jamanagar news

By

Published : Aug 21, 2019, 2:44 AM IST

જામનગરમાં રંગમતી નાગમતી નદીના કિનારે જામનગર મહાનગર પાલિકા અને નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ પ્રા.લી. નામની કંપની સૂકા કચરાનું વર્ગીકરણ કરીને તેને રિ-સાઈકલિંગ માટે મોકલવાનું કામ કરે છે. જામનગરમાં પણ આ પ્લાન્ટ 6 મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો હતો, જે હાલ ધૂળ ખાઈ રહ્યો છે. આ કચરાનો નિકાલ કરતો પ્રોજેક્ટ ખુદ કચરો બની રહી ગયો છે. જામનગરમાંથી કચરો એકત્ર કર્યા પછી તેને ભીનો અને સૂકો એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને સૂકો કચરો રંગમતી-નાગમતી નદીના કિનારે સ્થપાયેલ પ્રોજેક્ટ સ્થળે મોકલવામાં આવે છે. જ્યાં આ કચરાનું પ્રોસેસિંગ કરવામાં છે, પણ શેડના અભાવે હાલ મશીનરી ધૂળ ખાઈ પડી રહી છે.

કચરાનું રી-સાઈકલિંગ મશીન શોભાના ગાંઠિયા સમાન

મંગળવારે વિરોધપક્ષના મહિલા કોર્પોરેટરો જેનમબેન ખફી, જેતૂનબેન રાઠોડ, નિતાબેન પરમાર ઉપરાંત સહારાબેન મકવાણાએ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લઈ અધિકારીઓ અને નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ કંપનીની પોલ ખોલી નાખી હતી. JMC પાસે મહાનગર પાલિકાના કર્મચારીઓના પગાર ચુકવવાના રૂપિયા ન હોય ત્યારે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો છે. દરરોજ 30 મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતો પ્રોજેક્ટ પ્રતિ ટન રૂપિયા 129 જામનગર મહાનગર પાલિકાને ચૂકવે છે.

આ અંગે જામનગર મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ શાખાના ઇજનેર હસમુખ બેરાને જણાવ્યું કે, મશીનો ચાલુ છે અને મહાનગર પાલિકાએ કંપનીને ફક્ત 25 લાખ રૂપિયાના ખર્ચે જગ્યા આપી છે. મશીન કંપનીના પોતાના છે જ્યારે વધુ વિગતો આપવાનું કહેતા તેમને કશું જણાવવા માટે ઇન્કાર કર્યો હતો. તેમજ આ અંગે નેપ્રા રિસોર્સ મેનેજમેંટ કંપનીના અધિકારીઓનાં સંપર્ક કરતાં તેમણે કશું પણ વિગત આપવાની મનાઈ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details