ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના રણજીતસાગર અને સસોઇ ડેમમાં ઊડે છે ધુળની ડમરીઓ - gujarat

જામનગરઃ જિલ્લામાં પાણીની તંગી વર્તાઇ રહી છે. ત્યારે પાણી પૂરવઠા વિભાગ અને શાસકોએ જણાવ્યું છે કે, જામનગરને આગામી સમયમાં પાણીની તંગી નડશે નહીં પરંતુ ETVની ટીમ દ્વારા સ્થળ તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, જામનગર મે મહિના બાદ સંપૂર્ણપણે નર્મદા પર નિર્ભર થઇ જશે. જેના સરકારી કચેરીમાંથી મળેલા આંકડાઓ જણાવે છે કે, ધોરણે રણજીતસાગર, ઊંડ-1, સસોઇ, જામનગરને પાણી આપતા મહત્વના ડેમ ખાલીખમ પડ્યા છે. ત્યારે આગામી સમયમાં જામનગર સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત બની રહેશે.

સ્પોટ ફોટો

By

Published : May 3, 2019, 10:41 AM IST

જામનગર જિલ્લાની પાણીની પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે તો હાલ નર્મદા આધારિત 40 એમએલડી પાણીનો જથ્થો, 60 થી 70 એમએલડી આજીમાંથી પાણીનો જથ્થો અને 10 એમએલડી રણજીતસાગરમાંથી પાણીનો જથ્થો મેળવી શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. સમગ્ર શહેરમાં કુલ 110 એમએલડી પાણીના જથ્થાની જરૂરીયાત જે છે, એ પૂરી પાડવામાં આવે છે. રણજીતસાગરમાં 15 મે સુધી ચાલે તેટલું પાણી છે. ત્યારબાદ નર્મદા આધારિત પાઇપલાઇન દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવશે અને આગામી જુલાઇ મહિના સુધી જામનગરને પાણીની તકલીફ નહીં પડે એવું સતાધિશો દ્વારા જાણવા મળ્યું છે.

જામનગરમાં રણજીતસાગર ડેમ અને સસોઇ ડેમ પાણીથી ખાલીખમ
જામનગરની જીવાદોરી ગણાતા ઊંડ ડેમનું સૌની યોજના સાથે વડાપ્રધાનની હાજરીમાં જોડાણ કરવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે, કે ત્યારથી લઈ અત્યારસુધી તેમા પાણીનું એક ટીપુ પણ ઠાલવવામાં આવ્યું નથી અને અત્યારે તે ડેમમા ધુળની ડમરીઓ ઉડે છે. ઊંડ-1 એ જામનગરની જીવાદોરી ગણાય છે. અહીંથી જામનગર શહેરને નિયમિત્ત 25 એમએલડી જથ્થો મળતો હતો. ગત વર્ષે ચોમાસુ નબળું ગયું તેથી ડેમની સ્થિતિ તળિયા ઝાટક થઇ ગઇ છે. હાલ જામનગર જિલ્લામાં નર્મદા, આજી-3 અને રણજીતસાગરમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.
પાણીની તંગીના કારણે આજુબાજુના ગામના માલધારીઓ પશુઓ માટે પાણીનો હોય ત્યારે તેઓ ડેમ નીચાણના વિસ્તારમાં સ્થળાંતર કરી રહ્યા છે અને મનુષ્ય તો ઠીક પરંતુ આ ચોમાસામાં પાણી માટે પશુઓ પણ રઝડી રહ્યા છે. પાણી પુરવઠા અધિકારીઓ જણાવે છે કે, હાલ રણજીતસાગરમાંથી નિયમિત્ત 10 એમએલડી, આજી-3માંથી 70 એમએલડી અને નર્મદા આધારિત 40 એમએલડી પાણી લેવામાં આવે છે અને સમગ્ર શહેરમાં એકાંતરા પાણી વિતરણ થાય છે અને આગામી 15 મે સુધી પાણી વિતરણમાં કોઇપણ પ્રકારનો વિક્ષેપ નડશે નહીં ત્યારબાદ નર્મદા આધારીત પાણી જામનગર જિલ્લાને મળી રહેશે. આગામી જુલાઇ મહિના સુધી જામનગરમાં પાણીની કોઇપણ પ્રકારની સમસ્યા ઉભી નહીં થાય તેવું જણાય છે. જામનગર જિલ્લાના મહત્વના ગણાતા એવા રણજીતસાગર ડેમ અને સસોઇ ડેમમાં પાણીનો જથ્થો ખાલીખમ થઇ જતાં હાલના તબક્કે આજી-3 અને નર્મદામાંથી નિયમિત પાણી મેળવવામાં આવે છે. ઉપરાંત રણજીતસાગરમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવ્યું છે. જે આગામી 15 મે સુધી ચાલશે. ત્યારબાદ જામનગર જિલ્લો સંપૂર્ણપણે નર્મદાના ભરોસે પાણી વિતરણ થઇ જશે.

જામનગર જિલ્લામાં વર્ષોથી એકાંતરા પાણી વિતરણ થાય છે. ત્યારે ઉનાળામાં પ્રતિવર્ષ પાણીની તંગી વર્તાય છે. આ વર્ષે તો શરૂઆતથી જ ડેમો ડૂકી જતાં પાણીની તંગી ઉભી થશે તેવું સત્તાધીશોના ધ્યાનમાં હતું. તેમ છતાં તંત્ર દ્વારા કયારેય પણ સ્થાનિક જળસ્ત્રોત ઉભા કરવા અંગે કોઇ પ્રયત્ન હાથ ધરાયા નથી. તંત્ર સ્થાનિક જળસ્ત્રોત ઉભા કરવામાં નિષ્ફળ નિવડયું છે.

ABOUT THE AUTHOR

...view details