ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Rain : જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ - Jamnagar Ranjitsagar Dam Water revenue

જામનગરમાં ઉપરવાસ સારા વરસાદના કારણે રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ છે. 8 ફૂટ પાણી ભરાય જાય તો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ જશે. તેમજ સારા વરસાદના કારણે હાલાર પંથકના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહ્યો છે.

Jamnagar Rain : જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ
Jamnagar Rain : જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ

By

Published : Jun 26, 2023, 4:37 PM IST

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ

જામનગર :હાલાર પંથકના જીવાદોરી સમાન ગણાતા રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે, ગઈ કાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા હતા. સારા વરસાદના કારણે જામનગરવાસીઓમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ ડેમમાં હજુ પણ મૃતક માછલીઓ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

રાજાશાહી વખતનો ડેમ : જામનગરનો રણજીતસાગર ડેમ રાજાશાહી વખતથી બનાવવામાં આવ્યો છે અને સમગ્ર જામનગર વાસીઓને પીવાનું પાણી પૂરું પાડતો એકમાત્ર ડેમ છે. ડેમની સપાટી 19 ફૂટ જેટલી જોવા મળી રહી છે અને રણજીતસાગર ડેમ 27 ફૂટે ઓવરફ્લો થાય છે. જોકે હજુ આઠ ફૂટ પાણી ભરાયા બાદ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થશે. જામનગરના રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ થતા જામનગર વાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રણજીતસાગર ડેમ ઓવરફ્લો :ગત વર્ષે પણ ભારે વરસાદ પડવાના કારણે જામનગરના જીવાદોરી સમાન ગણાતા રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો. તો આ વર્ષે પણ સારો વરસાદ પડશે ત્યારે ડેમ ઓવરફ્લો થશે તેવી શહેરીજનો આશા રાખી રહ્યા છે, કારણ કે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થાય તો અને ગામડાઓને પીવાનું પાણી મળી રહે છે અને શહેરીજનોને તમામ ઋતુમાં રણજીતસાગર ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે.

રણજીતસાગર ડેમમાં મૃત માછલા :જામનગરની જીવાદોરી સમાન ગણાતા રણજીતસાગરમાં ડેમમાં હજુ પણ મૃતક માછલાઓ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે પણ જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૃત અવસ્થામાં મળેલા માછલાઓ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. વાવાઝોડા બાદ રણજીતસાગર ડેમમાં એકાએક માછલાઓ મૃત્યુ પામી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં મૃત અવસ્થામાં આ માછલા કાંઠે તણાઈ આવે છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાધનમાં ભરી અને અહીંથી દૂર લઈ જવામાં આવે છે.

  1. Rajkot Rain: રાજકોટ જિલ્લામાં વરસાદી વાતાવરણ, સૌથી વધુ લોધિકામા અને સૌથી ઓછો જસદણમાં વરસાદ
  2. Gujarat Monsoon Update : નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન, કાવેરી બે કાંઠે વહી
  3. Rain News : ડભાસામાં સિઝનનો પહેલો વરસાદ દુઃખ ભર્યો, વીજળી પડતા બે પશુઓના મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details