ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં સતત ત્રીજા દિવસે પણ ટ્યુશન ક્લાસીસો સામે તંત્રની લાલ આંખ

જામનગરઃ સુરતમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર અને સેફ્ટી સાધનો વગરના ક્લાસિસોમાં દરોડા પાડવાની શરુઆત કરવામાં આવી છે. જેથી જામનગરમાં રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્ષ, વિકાસ ગૃહ મેઈન રોડ પર ચોથા માળે ગેરકાયદેસર ચાલતા પટેલ કોમ્પ્યુટર ક્લાસીસને એસ્ટેટ શાખા તેમજ અને કોર્પોરેશન ટીમ દ્વારા બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

By

Published : May 27, 2019, 1:59 PM IST

જામનગર

સાથે જ મહિલા કોલેજ પાસે આવેલ ટ્યૂશન ક્લાસીસ અને જય કોમ્યુટરને પણ બંધ કરવામાં આવ્યું છે. આમ જામનગરમાં સતત ત્રીજા દિવસથી ટ્યૂશન કલાસીસ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં સતત ત્રીજા દિવસે પણ ટ્યુશન ક્લાસીસો સામે તંત્રની લાલ આંખ

જામનગરમાં JMC અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરમાં ટ્યૂશન કલાસીસ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, પટેલ કોમ્પ્યુટર ક્લાસીસ સાદ પતરાના મકાનમાં ચલાવવામાં આવતું હતું. રવિવારે જિલ્લા કલેક્ટર રવિશંકર અને કમિશ્નર સતીશ પટેલ દ્વારા પણ કોમ્પ્યુટર ક્લાસીસ સામે તવાઈ બોલાવવામાં આવી હતી અને આજે જામનગર મનપાની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડી ત્રણ જેટલા ક્લાસીસોને બંધ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જામનગરના મોટાભાગના ટ્યુશન ક્લાસીસોમાં એનઓસી તથા ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details