પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી ટૂર ઓપરેટર દ્વારા તમામ યાત્રિકોને જગન્નાથપુરીની યાત્રાએ લઈ જવામાં આવ્યા હતા. જો કે, ઓડિશામાં ફાની વાવાઝોડાને કારણે ફસાઇ જતા તમામ યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે, યાત્રિકોનો સંપર્ક પણ થઇ શકતો ન હતો. ત્યારે જામનગર જિલ્લા કલેકટર રવિશંકરની સમયસૂચકતાને કારણે ઓડિશાના સ્થાનિક વહીવટીતંત્ર સાથે કોમ્યુનિકેશન કરી તમામ યાત્રાળુઓને રાયપુર ખાતે રવાના કરવામાં આવ્યા હતા.
ફાની વાવાઝોડામાં ફસાયેલા 450 યાત્રિકોની મદદે પહોંચ્યું જામનગર તંત્ર - JMR
જામનગર: ફાની વાવાઝોડાએ ઓડિશામાં આતંક મચાવ્યો ત્યારે જામનગરના 450 જેટલા યાત્રાળુઓ ફાની વાવાઝોડામાં ફસાઈ જતા પરિજનો ચિંતાતુર બન્યા હતા. જો કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત સ્થાનિક વહીવટીતંત્ર સાથે કોમ્યુનિકેશન કરવામાં આવતા તમામ યાત્રાળુઓ રાયપુર પહોંચ્યા હતા.
વીડિયો
રાયપુરથી ટ્રાવેલ્સ તેમજ ટ્રેન મારફતે તમામ યાત્રાળુઓ જામનગર ખાતે આવી પહોંચશે. આ બાબતની જાણ થવાથી યાત્રાળુઓના પરિજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.