ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં વકીલ પર હુમલાના CCTV સામે આવ્યા, આરોપીઓની ધરપકડ

જામનગરના એડવોકેટ કલ્પેશ ફલિયા પર હુમલો કરનાર બંને આરોપીને પોલીસે ગણતરીની કલાકમાં ઝડપી પાડ્યા છે. સાથે સાથે ઘટનાસ્થળના CCTV પણ સામે આવ્યા છે.

વીડિયો

By

Published : May 3, 2019, 2:24 PM IST

જામનગર શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, ત્યારે બે યુવકોએ જૂની અદાવતમાં સરાજાહેર એડવોકેટ પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે આરોપી ઈરફાન સિપાઈ અને લાલા બારોટને ગણતરીની કલાકમાં ઝડપી પાડ્યા હતા.

જામનગરમાં વકીલ પર હુમલાના આરોપીએ ઝબ્બે

બંને આરોપીઓએ પૂર્વ આયોજન સાથે વકીલ પર હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે, CCTV માં પણ આરોપીઓ વકીલ પર છરી વડે હુમલો કરતા હોવાનું જોવા મળી રહ્યું છે અને છરીથી ઘવાયેલા વકીલ જમીન પર પટકાય છે.

જામનગરમાં વકીલ પર હુમલાના CCTV સામે આવ્યા, આરોપીઓ ઝબ્બે

જામનગર વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતીકાલે વકીલ દ્વારા બાઇક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. આરોપીઓએ જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે.

ABOUT THE AUTHOR

...view details