ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ લીધી ગુજરાતની મુલાકાત - ચંદ્રિકાપ્રસાદ સંતોખી  7 દિવસ માટે ભારતના પ્રવાસે

જામનગરમાં સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી (President Of Suriname Chandrika Prasad Santokh) ગુજરાતના એક દિવસીય પ્રવાસે (Chandrika Prasad Santokhi visit Jamnagar gujarat) પધાર્યા હતા. પ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા. એરપોર્ટ ખાતે વિવિધ રાસ મંડળીઓએ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રાષ્ટ્રપતિશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ લીધી ગુજરાતની મુલાકાત
સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ લીધી ગુજરાતની મુલાકાત

By

Published : Jan 8, 2023, 10:55 PM IST

જામનગર:સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ (President Of Suriname Chandrika Prasad Santokh) ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી. આ તકે પોલીસ જવાનોએ પણ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપી તેઓનું અભિવાદન ઝીલ્યું હતું. (Chandrika Prasad Santokhi visit Jamnagar gujarat)

ભાતીગળ લોકકલા દર્શાવતી કૃતિઓ રજૂ કરાઈ:

સુરીનામના રાષ્ટ્રપતિનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મણિયારો, ટીપ્પણી, તાળી રાસ, તેમજ પ્રાચીન ગરબા સહિતની સૌરાષ્ટ્રની ભાતીગળ લોક કલા દર્શાવતી કૃતિઓ રજૂ કરી રાષ્ટ્રપતિનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના સહકાર વિભાગના રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા.

આ પણ વાંચો:ભોપાલ ખાતે અમૃતકાળ તરફની કુચ થીમ પર વિજ્ઞાનમેળો યોજાશે

રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર: જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, રાજ્યના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, લેબર કમિશનર તથા જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ વગેરેએ આવકારી તેઓનું સ્વાગત અભિવાદન કર્યું હતું. પોલીસ જવાનોએ પણ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રપતિશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી તેઓનું અભિવાદન ઝીલ્યું હતું.

દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું: ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો:હિમાચલમાં સુખુ સરકારના 7 ધારાસભ્યો બન્યા પ્રધાન, રાજ્યપાલે લેવડાવ્યા શપથ

ચંદ્રિકાપ્રસાદ સંતોખી 7 દિવસ માટે ભારતના પ્રવાસે: ઉલ્લેખનીય છે કે દક્ષિણ અમેરિકન દેશ સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાત દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ ગત્ત રાત્રે નવી દિલ્હી ખાતે પહોંચ્યા હતા. ભારતી અધિકારીઓએ ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું સ્વાગત કર્યું હતું. સંતોખી 7 થી 14 જાન્યુઆરી સુધી ભારતની યાત્રા પર છે. તેઓ મધ્યપ્રદેશના ઇંદોરમાં પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલન 2023 માં વિશિષ્ઠ અતિથિ બનશે. જામનગરની મુલાકાત બાદ ઇંદોર ખાતે રવાના થશે. પોતાની યાત્રા દરમિયાન સંતોખી 8 જાન્યુઆરીના રોજ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ બેઠક કરશે.

ABOUT THE AUTHOR

...view details