આ કામગીરીમાં બે દિવસથી શહેરની જૂની પુરાણી તેમજ જર્જરિત ઇમારતોને નોટિસ આપવાનું કામ તેમજ આવી બિલ્ડીંગોને તોડી પાડવાનું કામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આગામી ચોમાસાને ધ્યાને લઇ જામનગર મનપાની પ્રિમોન્સુન કામગીરી - Vayu
જામનગરઃ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ભરના દરિયાકિનારા તેમજ નિચાણવાળા વિસ્તારો નજીક વાયુ વાવાઝોડાનો ભય જોવા મળી રહ્યો છે. તેમજ આગામી ચોમાસાને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી હાથ ધરવામાં આવી છે.
jmr
તેવી જ રીતે સરકારની યોજના અંતર્ગતના આવાસ યોજનાના વર્ષ 2000ની સાલના વર્ષો પુરાણા જર્જરિત આવાસો જે સમારકામ માગતા હોય તેવા 46 જેટલા આવાસોને મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને આવાસોની અંદર લાભાર્થીઓને સમારકામ કરવાની તાકીદ કરી છે.