જામનગરમાં સતત બીજા દિવસે સાંસદ પૂનમ માડમનો રોડ શો - gujarat news
જામનગરઃ સાંસદ પૂનમ માડમ દ્વારા સતત બીજા દિવસે રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શોમાં સાંસદ પૂનમ માડમના પરિજનો પણ જોડાયા હતા. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા પણ આ રોડ શોમાં સામેલ થયા હતા. મોટી સંખ્યામાં બાઈક સવારો પણ રોડ શો જોડાયા હતા.

સ્પોટ ફોટો
ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં જામનગર શહેરમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. શનિવારે પણ સાંસદ પૂનમ માડમએ જામનગરના વિવિધ વિસ્તારમાં રોડ શો યોજાયો હતો. તો કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા પણ રોડ શો યોજી લોકોને મત આપવા માટે અપીલ કરી હતી.
જામનગરમાં સતત બીજા દિવસે સાંસદ પૂનમ માડમે યોજ્યો રોડ શો