મળતી વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાની ચાર ટૂકડીઓ દ્વારા શહેરના સુભાષ શાક માર્કેટ, રણજિતનગર શાક માર્કેટ, મીગ કોલોની તથા 80 ફૂટ રોડ શાક માર્કેટ ખાતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા. દુકાનો અને લારી-ગલ્લાઓમાં તપાસ કરવામાં આવી હતી. આ દરોડામાં 127 કિલો પ્લાસ્ટિક પકડાયું હતું.
જામનગરમાં સોલીડ વેસ્ટ શાખાના દરોડા, 127 કિલો પ્લાસ્ટિક જપ્ત - plastic
જામનગરઃ રાજ્યમાં તેમજ શહેરમાં પ્લાસ્ટિકનો વપરાશ રોકવા માટે જામનગર મહાનગરપાલિકની સોલીડ વેસ્ટ શાખાની ટૂકડીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં વેપારી-ફેરિયાઓને ત્યા દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 127 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક હતું અને રૂપિયા 33,100/-નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
jmr
ગઇકાલે પ્લાસ્ટિકના ઝબલા-થેલીઓ પકડવાની કામગીરીમાં કમિશ્નર પણ જોડાયા હતા. અનેક સ્થળેથી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. અહીં ઉલ્લેખનિય છે કે, પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ પર રોક લગાવવા જામનગર મહાનગરપાલિકા કડક પગલાં ભરે તેવી માંગ અનેક વખત ઉઠી ચૂકી છે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે પ્લાસ્ટિકનો નાબૂદ કરવો ખૂબ જ જરૂરિયાત બની જાય છે. ત્યારે ગઇકાલે ખુદ કમિશ્નર પણ પ્લાસ્ટિક પકડવા દોડી જતાં જામનગર મહાનગરપાલિકા પ્લાસ્ટિક પકડવા માટે ગંભીર બની હોય તેવું ફલિત થઇ રહ્યું છે.